બનાસકાંઠા: સમાણાવા ગામે ખેતરમાં ભીષણ આગ, 7 હજાર પુડા બળીને ખાખ
abpasmita.in | 07 Nov 2016 07:56 PM (IST)
બનાસકાંઠા: આજકાલ આગના અનેક બનાવો બને છે. ત્યારે વધુ એક કિસ્સો કાંકરેજ તાલુકાના સમાણાવા ગામે બન્યો છે. કાંકરેજ તાલુકાના સમાણાવા ગામે ભીષણ આગ લાગી છે. હાલ મળતી માહિતી પ્રમાણે, સમાણાવા ગામે ખેતરમાં પડેલ જુવારના સાત હજાર પુડામાં કોઈક કારણોસર આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે ડીસાથી ફાયર ફાયટર બોલાવાયું હતું. અને ફાયરના જવાનોએ આગને કાબૂમાં લીધી હતી. આ આગની ઘટનાને લીધે ખેતરમાં પડેલ જુવારના સાત હજાર પુડા બળીને ખાખ થઈ ગયા હતા.