Banaskantha Lok Sabha Seat: રાજ્યમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ મતદાન થશે. જેને લઈ હાલ જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન બનાસકાંઠામાં ભાજપના રોડ શોમાં દોડધામ મચી હતી. રોડ શો દરમિયાન ભમરા ઉડતા નાસભાગ મચી હતી. ભમરા ઉડવાથી ઉમેદવાર રેખાબેન ચૌધરીની ગાડી દોડવવામાં આવી હતા. જ્યારે કેટલાક લોકોને ભમરા કરડ્યા હોવાનું પણ કહેવાય છે.


ધાનેરામાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો રોડ શો યોજાયો હતો. શહેરની મુખ્ય બજારમાં રેખાબેન ચૌધરી પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો પણ રોડ શોમાં હાજર રહ્યા હતા. રોડ શોમાં ભમરા ઉડતા કાર્યકરોએ દોડધામ મચાવી હતી. બનાસકાંઠાના ધાનેરામાં રોડ શોમાં ભમરા ભડક્યા હતા. ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો રોડ શો હતો, રોડ શોમાં DJના ઘોંઘાટથી ભમરા ઉડ્યા હોવાનું અનુમાન છે. જ્યારે ભમરા ઉડતાં રોડ શોમાં હાજર લોકો તેનાથી બચવા દોડધામ કરતાં જોવા મળ્યા હતા.


બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પંથકમાં ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીનો રોડ શો ધાનેરા તાલુકાના થાવર ગામથી શરૂ થયો હતો અને ધાનેરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફર્યો હતો. ધાનેરાના મુખ્ય બજારમાં રેખાબેનના રોડ શો પર બે બિલ્ડોઝર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. કાર્યકર્તાઓ બુલડોઝરમાં ચડી રેખાબેન ચૌધરીના રોડ શો પર ફૂલનો વરસાદ કર્યો હતો.


આ રોડ શોમાં ભાજપના ઉમેદવાર રેખાબેનની સાથે ભાજપના જિલ્લા પ્રમુખ કિર્તિસિંહ વાઘેલા, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ ભાજપના આગેવાનો અને ભાજપના કાર્યકર્તાઓ બાઈક લઈને મોટી સંખ્યામાં જોડાયા હતા.