BANASKANTHA : બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના મીઠા ગામે અંધશ્રદ્ધાના નામે છેતરતી ટોળકી ઝડપાઈ છે. મીઠા ગામના ગ્રામજનોએ રીક્ષાચાલાક સહિત ચાર ઠગ પકડી પાડી પોલીસના હવાલે કર્યા છે.
રાજ્યના સરહદી વિસ્તારોમાં અંધશ્રદ્ધાના અવારનવાર કીસ્સાઓ બનતા હોય છે ત્યારે આજે ફરી એકવખત સરહદી વિસ્તારમાં અંધશ્રદ્ધાનું ભુત ધુણતું જોવા મળ્યુ હતું. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના મીઠા ગામે લેરાજી ઠાકોર નામના એક ખેડૂત પરિવારના ઘરે ઘણા સમયથી એક ઠગ ટોળકી “તમારા ઘરમાં વળગાડ છે” એવી ભ્રામક વાતો કરીને આ ખેડૂત પરિવારને અંધશ્રદ્ધાના નામે ભોળવ્યો હતો.
આ ઠગ ટોળકીએ અવારનવાર અંધશ્રદ્ધાના નામે રુપિયા લઇને ખેડૂત પરિવાર સાથે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં ગતરાત્રિના સુમારે આ ઠગ ટોળકી છે તેવી આ ખેડૂત પરિવારને જાણ થતા રાત્રિના સુમારે રિક્ષામાં આવેલા ઠગો રિક્ષા લઇને ભાગવા જતાં આજુબાજુના લોકોએ પકડી પાડ્યા હતા અને ભાભર પોલીસને જાણ કરી હતી. ભાભર પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઠગ ટોળકીમાં રિક્ષાચાલક સહીત ચાર ઈસમોને ભાભર પોલીસ સ્ટેશનમાં લાવીને વધુ તપાસ હાથ ધરી હતી.
બાઇક અડફેટે મહિલાના ગર્ભમાં રહેલ બાળક, બે વર્ષના દીકરાનું મોત, પરિવારમાં માતમ
જામનગરમાં લાલપુર બાયપાસ ચોકડી નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. સગર્ભા અને તેના બાળકને બાઈકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 2 વર્ષના બાળક અને ગર્ભમાં રહેલ બાળકનું મોત નીપજ્યું છે. એક સાથે બબ્બે સંતાનોના મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું.
બંધ પડેલી કાર સાથે બીજી કારનો થયો અકસ્માત, બેના મોત
દ્વારકાના ઓખા મઢી નજીક ભીમરાણા પાસે કાર અકસ્માતમાં બેના મોત થયા છે. પોરબંદર તરફથી આવતી કારે બંધ પડેલ કારને અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક રાહદારી સહિત બેનાં મોત નીપજ્યા છે. બંને મૃતદેહો દ્વારકા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :
Raid: ભ્રષ્ટ એન્જિનિયરના ઘરેથી મળી રૂપિયાની ખાણ, દરોડામાં મળી એટલી કેશ કે જોઈને અધિકારીઓની આંખો પહોળી થઈ ગઈ
Ambaji Temple : અમદાવાદના જય ભોલે ગ્રુપે સોનાની પાદુકા આપી ભેટ, કેટલી છે કિંમત?
CRIME NEWS: વડોદરામાં 62 વર્ષના આધેડે મંદબુદ્ધીની મહિલાને ઢોર માર મારી આચર્યું દુષ્કર્મ
Sonali Phogat Death Case: સોનાલી ફોગાટ કેસમાં પોલીસે ડ્રગ પેડલરની કરી અટકાયત, જાણો શું કર્યો ખુલાસો