Banaskantha News :  બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ ધોધમાર વરસાદ થયો હતો જેના પરિણામે હેર ઠેર વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા. વરસાદે વિરામ લીધા પણ બાદ પણ જિલ્લાના  અનેક ગામડાઓ હજુ પણ બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે. 


ડીસાના ગામડાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ
બનાસકાંઠા જિલ્લામાં વરસાદે વિરામ લીધો પરંતુ ડીસા પંથકમાં બે દિવસના વરસાદ બાદ તારાજી દ્રશ્યો સામે આવ્યા છે. ચાર ચાર દિવસ થયા પરંતુ હજુ ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ અને ખેતરો બેટમાં ફેરવાયેલા જોવા મળ્યા તો પાક કમર સુધી પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની છે. 


ડીસાના સમશેરપુરા, યાવરપુરા, શેરપુરા,જેનાલ,વરનોડા સહિતના ગામડાઓમાં હજુ પણ તારા વિના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ડીસાના શેરપુરા ગામે આવેલા ખેડૂતોના ખેતરમાં હજુ પણ પાણી ઓસર્યા, નથી તો કમર સુધી પાણીમાં પાક જોવા મળી રહ્યો છે.  મગફળી,બાજરી સહિતના પાકો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની પરિસ્થિતિ દયનિય જોવા મળી.  મહામૂલો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતો સરકાર પાસે સહાયની અપેક્ષાઓ કરી રહ્યા છે.



થરાદના નાગલા ગામે ઢીંચણ સમા પાણી 
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાગલા ગામની સ્થિતિ કપરી બની છે. નાગલા ગામમાં ઢીંચણ સમા પાણી ભરાતા ગ્રામ્ય જીવન પ્રભાવિત થયું છે. ગ્રામ પંચાયત અને દૂધ મંડળીના મકાનમાં પણ પાણી ઘુસી ગયું છે. સાંસદ પરબત ભાઇ પટેલ ટ્રેકટર લઇ  પહોચ્યા હતા. 


વાવ પંથકમાં પણ ખેતરો બેટમાં ફેરવાયા
બનાસકાંઠા જિલ્લામાં વરસાદના વિરામ બાદ પણ હજુ ખેતરોમાં પાણી ઓસર્યા નથી. જિલ્લાના સરહદીય વાવ પંથકમાં પણ ખેતરો બેટમાં ફેરવાયા છે. વાવના રાછેણા, લોદરાણી, તડાવ નળોદર,ગોલગામ સહિતના નીચાણ વાળા ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે. જુવાર,બાજરી,મગ,ગવાર જેવા પાકો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. તાત્કાલિક ધોરણે યોગ્ય સર્વે કરી ખેડૂતને સહાય મળે તેવી માંગ કરવામાં આવી રહી છે. 


આ પણ વાંચો : 


BOTAD : ગઢડા BAPS સ્વામિનારાયણ મંદિરમાં સેવા-પૂજા કરનાર પુરુષનો મૃતદેહ  શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો" 


CBI RAID : દિલ્લીમાં નવી દારૂ નીતિ મામલે CBIએ મનીષ સીસોદીયા સહીત 15 વિરુદ્ધ નોંધી FIR