CBI RAID ON MANISH SISODIA :  દિલ્લીમાં નવી દારૂ નીતિ મામલે CBIએ દિલ્લીઆ ઉપમુખ્યપ્રધાન મનીષ સીસોદીયા પર રેડ કરી હતી. અંદાજે 9 કલાકથી વધુ ચાલેલી આ તાપસ બાદ હવે આ મામલે મોટા સમાચાર સામે આવ્યાં છે. દિલ્લીમાં નવી દારૂ નીતિ મામલે CBIએ 15 લોકો વિરુદ્ધ FIR નોંધી છે અને આ 15 લોકોમાં  મનીષ સીસોદીયાનું નામ પણ સામેલ છે. આ FIR 120-B, 477-A અને કલમ-7 હેઠળ નોંધવામાં આવી છે.






સીબીઆઈના જણાવ્યા અનુસાર, મનીષ સિસોદિયા પર ગુનાહિત ષડયંત્ર અને ખાતામાં હેરાફેરીનો પણ આરોપ છે.સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ શુક્રવારે સવારે દિલ્હીની એક્સાઇઝ પોલિસી 2021-22ના સંબંધમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના નિવાસસ્થાન સહિત અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ તેમના નિવાસસ્થાન ઉપરાંત મનીષ સિસોદિયાની સત્તાવાર કારની પણ તલાશી લીધી છે.


દિલ્લીના LG દ્વારા આ ભલામણ CBIને સોંપવામાં આવી હતી
CBIએ ગયા વર્ષે નવેમ્બરમાં લાવવામાં આવેલી દિલ્હી એક્સાઈઝ પોલિસીની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતાના સંબંધમાં FIR  નોંધી છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ એક્સાઈઝ નીતિમાં કથિત ઉલ્લંઘન અને ક્ષતિઓ અંગે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. જે બાદ એક મહિના બાદ આ દરોડો પાડવામાં આવ્યો છે.


મનીષ સિસોદિયાએ દરોડા અંગે શું કહ્યું?
આબકારી વિભાગની દેખરેખ રાખતા મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે નીતિ સરકારી દારૂની દુકાનોમાં ભ્રષ્ટાચારનો સામનો કરવાની હતી. સિસોદિયાએ કહ્યું કે હું તપાસ એજન્સીને સંપૂર્ણ સહકાર આપીશ. આમ આદમી પાર્ટીએ આ દરોડાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને તેને રાજકીય ષડયંત્ર ગણાવ્યું.


AAPએ ભાજપ પર આરોપ લગાવ્યો
AAPના નેતા અને દિલ્હી સરકારમાં મંત્રી ગોપાલ રાયે કહ્યું કે સવારથી બીજેપીના નેતાઓ પત્રકાર પરિષદ  અને ન્યૂઝ દ્વારા કહી રહ્યા છે કે દારૂની નીતિમાં કૌભાંડ થયા છે, પરંતુ કોઈને ખબર નથી કે કૌભાંડ શું છે. ગુજરાતમાં દારૂના કારણે લોકો ક્યારે મૃત્યુ પામ્યા તે આ બધું ખબર ન પડી, તેના પર કોઈ પગલાં લેવાયા નહીં. હવે તમે કહો છો કે દારૂના કારણે કાર્યવાહી થઈ રહી છે, ભ્રષ્ટાચારના કારણે કાર્યવાહી થઈ રહી છે.