Botad : ગુજરાતમાં સ્વામીનારાયણ મંદિરો હવે શંકાના ઘેરામાં આવી રહ્યાં છે. સ્વામીનારાયણ મંદિરોમાં મોતના સિલસિલા યથાવત જોવા મળ્યાં છે. ગઢડા BAPS સ્વામીનારાયણ મંદિર (Gadhada BAPS Swaminarayan Temple) માં સેવા પૂજા કરનાર પુરુષનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં  મળી આવ્યો છે. BAPS મંદિરમાંથી મળી આવેલ  શંકાસ્પદ મૃતદેહને લઈ મંદિરમાં પોલીસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસનો મોટો કાફલો તપાસમાં જોડાયો છે. સેવા પુજા કરનાર પુરુષની હત્યા થઈ હોય તેવી શંકાના મામલે પોલીસે તે દિશામાં હાલ તપાસ હાથ ધરી છે. 

Continues below advertisement

બોટાદ જિલ્લાના ગઢડા BAPS સ્વામીનારાયણ મંદિરમાંથી મંદિરમાં સેવા પુજા કરતા પુરુષનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા હડકંપ મચી ગયો છે. પ્રતાપસિંહ સિંધા નામના પૂજા કરતા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રતાપિસંહ સિંધા BAPS મંદિરમાં સેવા પૂજાનું કામ કરતા હતા. 

આજે 19 ઓગષ્ટે વહેલી સવારે ગઢડામાં  આવેલ BAPS સ્વામીનારાયણ મંદિરમાંથી મૃત હાલતમાં  મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જોકે, આ હત્યા છે કે આત્મહત્યા તે અંગે બોટાદ પોલીસ તપાસમાં લાગી છે. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા, DYSP, LCB, SOG સહિતનો મસમોટો પોલીસ કાફલો મંદિરમાં પહોંચ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

Continues below advertisement

ગઢડામાં આવેલ BAPS સ્વામીનારાયણ મંદિરમાંથી આજે વહેલી સવારે મંદિરમાં સેવા પુજા કરતા પ્રતાપસિંહ સિંધા નામના શખ્સનો  શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા મંદિર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. એલસીબી, એસઓજી, એફએસએલ દ્વારા આ શખ્સ ની હત્યા થઈ હોય તે દિશામાં હાલ પોલીસે તપાસ હાથ ધરી છે તેમ ડીવાયએસપી એ મીડિયાને પ્રાથમિક વિગત આપી હતી. 

સમગ્ર વિશ્વમાં પ્રચલિત એવુ ગઢડા BAPS સ્વામીનારાયણ મંદિરમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા સ્વામીનારાયણ સંપ્રદાયમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે આ મંદિરમાં સેવા પૂજાનું કામ કરતા પુરુષની હત્યા થઈ છે કે પછી મૃયુનું  અન્ય કારણ છે તે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે. 

આ પણ વાંચો :AHMEDABAD : સુભાષબ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટના, ઓડી કારે 25 વર્ષીય યુવાનને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત 

Mumbai :મુંબઈના બોરીવલી વિસ્તારમાં ચાર માળની બિલ્ડીંગ ધરાશાયી થઇ, 4-5 લોકોના દટાયાની આશંકા, જુઓ Video