Banaskantha News: અંબાજીમાં મંદિરમાં પ્રસાદમાં મળતો મોહનથાળ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ વખતે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તોએ માંના દર્શન કરીને મોહનથાળનો પ્રસાદ લીધો હતો, હવે આ મોહનથાળના પ્રસાદ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ફૂડ વિભાગ દ્વારા અંબાજીમાંથી લેવામાં આવેલા ફૂડ સેમ્પલ ફેઇલ થયા છે. ખાસ વાત છે, જે ઘીના ડબ્બાના સેમ્પલ ફેઇલ થયા છે તેનો સંબંધ અંબાજીના મોહનથાળના પ્રસાદ સાથે છે. અંબાજીમાં માં અંબાના પ્રસાદમાં પણ ગોલમાલ થઇ હોવાની રાડ ઉઠી છે. મોહનથાળ માટે વપરાતા ઘીના સેમ્પલ ફેઇલ થયા છે.


મળતી માહિતી પ્રમાણે, અંબાજીમાંથી ફૂડ વિભાગે થોડાક દિવસો પહેલા લીધેલા ઘીના સેમ્પલ ફેઇલ થયા છે. ભાદરવી મેળા અગાઉ ફૂડ વિભાગે આ તમામ સેમ્પલ લીધા હતા. ખાસ વાત છે કે, ફૂડ વિભાગે ભાદરવી પૂનમના મેળા અગાઉ જ અંબાજીના મોહિની કેટટર્સમાંથી ઘીના સેમ્પલ લીધા હતા, ફૂડ વિભાગે અહીંથી 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા, અને સેમ્પલને પરીક્ષણ માટે મોકલાયા હતા, જે સેમ્પલ ફેઇલ થયા છે. મોહિની કેટરર્સ અંબાજી મંદિરના મોહનથાળનો પ્રસાદ બનાવે છે. પ્રસાદ તૈયાર કરનાર મોહિની કેટરર્સ પર ગંભીર આરોપ લાગ્યા છે. મોહનથાળના પ્રસાદમાં વપરાયેલા ઘી પર સવાલો ઉઠ્યા છે. પ્રસાદમાં વપરાયેલ ઘીના સેમ્પલ થયા ફેઈલ થયા છે.