Gujarat News: ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને લઇને એક મોટી નવી ગાઇડલાઇન જાહેર કરી છે, આ નવી ગાઇડલાઇન અંતર્ગત હવે રાજ્યમાં નિષ્ક્રિય અને માપદંડ પ્રમાણે કામ ન કરનારા કર્મચારીને ફરજિયાત નિવૃત્તિ અપાશે. 


મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં સરકારી કર્મચારીઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. 50 થી 55 વર્ષમાં નિષ્ક્રિય કર્મચારીને ફરજિયાત રીતે સેવામાંથી નિવૃત્તિ અપાશે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે આ અંગે ગઇ 29મી સપ્ટેમ્બરે એક નવી નવી માર્ગદર્શિકાથી જાહેર કરી હતી, આ પછી રાજ્યમાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. સિવિલ સર્વિસિસ રૂલ્સમાં આ નવા માપદંડો અને પ્રક્રિયા ઉમેરાઈ છે, જો સરકારી કર્મચારીમાં યોગ્ય કામગીરી ના જણાય તો કર્મચારીને ફરજિયાત નિવૃત્ત કરી શકાશે. કર્મચારીની સેવાઓની સમિક્ષાના આધારે સરકારને નિર્ણય લેવાની સત્તા છે. સમિક્ષા સમયે કર્મચારીની નોકરીનો તમામ રેકોર્ડ ધ્યાનમાં લેવાશે. પ્રમાણિત અને બિનઅસરકારક કર્મચારીને કમિટી ફરજિયાત નિવૃત્ત કરી શકશે. આ માર્ગદર્શકા અંતર્ગત શારીરિક અને માનસિક અસ્વસ્થ કર્મચારીઓને પણ સેવા નિવૃત્ત કરી શકાશે. ફરજિયાત નિવૃત્તિનો કેસ સામાન્ય વહીવટ વિભાગ અથવા મુખ્ય સચિવ સબમિટ કરી શકશે. સરકારની આ નવી ગાઇડલાઇનથી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.