Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને આગામી દિવસોમાં મોટી ગિફ્ટ મળવાની છે. જિલ્લાના પશુપાલકોને બનાસડેરી તરફથી પશુપાલક ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે, ખાસ વાત છે કે, બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ થરાદના મલુપુર ખાતેના એક ધાર્મિક કાર્યક્રમમાં આ ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવાની જાહેરાત કરી હતી. આ ક્રેડિટ કાર્ડમાં પશુપાલકોને 50 હજાર રૂપિયા સુધીની લિમીટ મળશે અને તે પણ ઝીરો ટકા વ્યાજ સાથે, ક્રેડિટ કાર્ડ આગામી 15મી જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આપવામાં આવશે. 


મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા જિલ્લામાં પશુપાલકોને હવે બનાસ ડેરી તરફથી ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ થરાદ તાલુકના મલુપુર ખાતેના એક ધાર્મિક કાર્યક્રમમાં પશુપાલકોને ક્રેડિટ કાર્ડ આપવાની જાહેરાત કરી છે. બનાસકાંઠા જિલ્લના પશુપાલકોને નવા વર્ષે બનાસડેરીની ખાસ ગિફ્ટ મળશે. બનાસડેરી પશુ પાલકોને એક ખાસ પશુપાલક ક્રેડિટ કાર્ડ આપશે, જે 50 હજારની લિમીટ સાથે 0% ના વ્યાજે આપવામાં આવશે, આ પશુપાલક ક્રેડિટ કાર્ડ આગામી 15મી જાન્યુઆરીએ દિયોદરના સણાદર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આપવામાં આવશે.


બનાસકાંઠાની મહિલાઓને બનાસડેરીએ આપી મેમૉગ્રાફી વાનની ભેટ, હવે સ્તન અને ગર્ભાશયના કેન્સરનું કરાશે નિદાન 


બનાસકાંઠા જિલ્લામાં બનાસડેરીએ એક ખાસ પ્રકારનો નવતર પ્રયોગ કર્યો છે. બનાસડેરીએ જિલ્લાની મહિલાઓ માટે ખાસ પ્રકારની મેમૉગ્રાફી વાન તૈયાર કરી હતી જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યુ છે, આ મેમૉગ્રાફી વાન દ્વારા જિલ્લાની બહેનોનું સ્તન અને ગર્ભાશયના કેન્સરનું નિદાન કરવામાં આવશે. આ મેમૉગ્રાફી વાનને એક કરોડના ખર્ચે અત્યાધૂનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી છે. બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ મેમૉગ્રાફી વાનનું લોકાર્પણ કર્યુ હતુ. 


આજે બનાસકાંઠા જિલ્લાની બહેનો માટે મેમૉગ્રાફી વાનનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. જિલ્લાની મહિલાઓના આરોગ્ય માટે આ મેમૉગ્રાફી વાન તૈયાર કરાઇ છે. આજે બનાસડેરી દ્વારા તૈયાર કરાયેલી આ મેમૉગ્રાફી વાનનુ બનાસડેરી ચેરમેન શંકર ચૌધરીએ ઉદઘાટન કર્યુ હતુ. મહિલાઓના બ્રેસ્ટ અને ગર્ભાશયના કેન્સરનું આનાથી નિદાન કરવામાં આવશે. 1 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ મેમૉગ્રાફી વાનનો જિલ્લાની તમામ મહિલાઓને લાભ મળશે. દરેક ગામમાં જઈ મહિલાઓના બ્રેસ્ટ અને ગર્ભાશયની બાબતનું નિદાન થશે. પ્રાથમિક તબક્કામાં બ્રેસ્ટ અથવા ગર્ભાશયના સ્ટેનું નિદાન પણ થશે.