Banaskantha News: ગુજરાતમાં ફરી એકવાર શંકાસ્પદ સીરપનો જથ્થો મળી ાવ્યો છે, આ વખતે બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ સીરપનો જથ્થો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. દિયોદર પોલીસ પોતાની તપાસમાં હૉટલો અને આયુર્વેદિક દવાખાનામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ, આ કાર્યવાહીમાં 6870 બૉટલો સહિત 179 બૉક્સને જપ્ત કરવામાં આવ્યા છે, સાથે સાથે પાર્લર અને દુકાન માલિકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.


મળતી માહિતી પ્રમાણે, બનાસકાઠાં જિલ્લામાં ગઇકાલે દિયોદર પોલીસે મોટી કાર્યવાહી કરી હતી, દિયોદર પોલીસે અચાનક હાથ ધરેલી તપાસમાં શંકાસ્પદ સીરપનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો, દિયોદર પોલીસે 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો હતો. ખાસ વાત છે કે, દિયોદર પોલીસે દિયોદરમાં 50થી વધારે દુકાનો સહિત પાર્લરો, હૉટલો અને આયુર્વેદિક દવાખાનામાં તપાસ હાથ ધરી હતી, આ તપાસમાં ગેરકાદેસર આયુર્વેદિક માદક સીરપ આલ્કોહૉલિકની 6,870 બૉટલો સહિત 179 બૉક્સ મળી આવ્યા હતા, આ જથ્થાને પોલીસે કબજે લઇ લીધો હતો. અહીંથી 10,15,200 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પોલીસે પાર્લર અને દુકાનના માલિકો સામે કાર્યવાહી હાથ ધરી હતી.


સિરપકાંડમાં ઝડપાયેલ કિશોર સોઢાને ભાજપે કોષાધ્યક્ષના પદ પરથી હટાવ્યા


ખેડા પંથકમાં આસાવ સીરપ પીવાથી થયેલા મોતની ઘટનામાં ત્રણ શંકાસ્પદ આરોપીમાં એક કિશોર સોઢા પણ છે. જે ભાજપના કોષાધ્યક્ષ હતા. જો કે  સીરપકાંડના આરોપસર તેમને પદ્દ પરથી પણ હવે દૂર કરાયા છે.  જિલ્લા ભાજપે કિશોર સોઢાને કોષાધ્યક્ષના હોદ્દા પરથી દૂર કર્યાં છે.


શું છે સિરપકાંડ?


ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલા બિલોદરા ગામે શંકાસ્પદ સિરપ પીવાથી 5 લોકોના મોત થયા હતા.મોતની ઘટના બાદ તપાસ કરતા સામે આવ્યું કે મૃતકોમાંથી 3 લોકોએ આયુર્વેદિક સિરપ પીધુ હતુ. જેના લીધી તેઓના મોત નિપજ્યાં છે. મામલે પોલીસ એક્શન મોડમાં આવી છે અને આયુર્વેદિક કફ સિરપનું વેચાણ અને સપ્લાય કરનાર 3 લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. ખેડામાં સીરપ કાંડ બાદ રાજ્યની પોલીસ સફાળી જાગી હતી. રાજ્યના અનેક શહેરોમાં પોલીસ દ્ધારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મહેસાણામાંથી નશીલી સીરપનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ખેડામાં  બનેલી ઘટના બાદ મહેસાણા જિલ્લા પોલીસ એકશન એક્શનમાં આવી હતી.

એસ.ઓ.જી પોલીસની ટીમે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી  સીરપ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ગુજરાત ડેરી નામના પાર્લરમાં થી નશીલી સીરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે 2313 બોટર સીરપનો જથ્થો જપ્ત કર્યો હતો જેની કિંમત 3,46,950 રૂપિયા થાય છે. મહેસાણા પોલીસે વિવિધ પાર્લર પર દરોડા પાડી નશીલી સીરપનો જથ્થો જપ્ત કર્યો હતો.


તે સિવાય સીરપ મામલે મોરબી તાલુકા પોલીસની કાર્યવાહી કરી હતી. મોરબીના પીપળી રોડ પર ઓમ કોમ્પલેક્ષમાં દરોડા પાડ્યા હતા. શિવ કિરાણા સ્ટોરમાંથી આયુર્વેદિક સીરપ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે 80 બોટલ આયુર્વેદિક સિરપનો જથ્થો જપ્ત કર્યો હતો. આ બોટલની કિંમત અંદાજે 12 હજાર રૂપિયા થાય છે. પોલીસે દુકાનદાર મહેશ દામજી ચૌહાણ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


ઉપરાંત અમરેલીના બાબરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી આયુર્વેદીક સીરપનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. બાબરાના દર્શન પાન નામની દુકાનમાંથી સીરપનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. બાબરા પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા દુકાન અને ઘરેથી 75 પેટી સીરપનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એક પેટીમાં 40 બોટલ સાથે કુલ મળી 3000 હજાર સીરપની બોટલનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. એક બોટલ ની કિંમત 150 રૂપિયા છે જેથી કુલ મળી રૂપિયા 4 લાખ 50 હજાર રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. દુકાનદાર કશ્યપ મૂળશંકરભાઈ તેરૈયાની બાબરા પોલીસે અટકાયત કરી હતી.