બનાસકાંઠા: બનાસકાંઠાના થરાદમાં ફરી એક વખત દારૂબંધીની પોલ ખુલી થઈ છે. શહેરમાં દારૂડિયાએ દારૂ પીને રસ્તા વચ્ચે નાટક કર્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.




બજારમાં દારૂડિયાએ નાટક કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. રાજ્યમાં દારૂબંધીની પોલ ગણતરીની મિનિટોમાં દારૂડિયાએ ખોલી નાખી છે. પોલીસકર્મીની હાજરીમાં જ બજાર વચ્ચે દારૂડિયો નાટક કરતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે.



બજારમાં દારૂડિયાના આ પ્રકારના નાટક જોઈ થરાદ પોલીસના દારૂબંધીના દાવા પોકળ સાબિત થયા છે. દિયોદર, ધાનેરા અને થરાદમાં દારૂ પીને ડિંગલ કરતા આ પ્રકારના વીડિયો અવારનવાર વાયરલ થાય છે.