રાજકોટ: મોરબીની બેંક ઓફ બરોડામાં પિસ્તોલ જેવા ઘાતક હથિયારો સાથે લુંટારા ત્રાટક્યા હતા અને બેંકને કેશીયરને માર મારી કુલ 6.09 લાખની રોકડની લૂંટ ચલાવી હતી. ઘાતક હથિયારો સાથે આવેલા લુંટારાએ પાંચથી સાત મીનિટમાં બેંકમાં ફિલ્મી ઢબે આતંક મચાવ્યો હતો અને ત્યાર બાદ સ્વીફ્ટ કારમાં બેસીને ફરાર થઈ ગયા હતાં. જોકે હળવદના ચુપણી ગામની સીમમાં આવેલ મકાઈના ખેતરમાંથી ગ્રામજનોના સહકારથી પોલીસને હાથ ખૂંખાર ચાર લુંટારા ઝડપી લેવામાં સફળતા મળી હતી.
મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલ બેંક ઓફ બરોડા બેંકમાં મોઢે રૂમાલ બાંધેલ અને પિસ્તોલથી સજજ છ જેટલા શખ્સો અંદર ઘુસ્યા હતા અને આ ગુનેગારોએ બેંકમાં હાજર ગ્રાહકોના ચાર જેટલા મોબાઈલ ઝુંટવી લીધા હતા. ત્યાર બાદ સિક્યુરિટી ગાર્ડને માર મારી તેની ગન પણ પડાવી લીધી બાદમાં બેંકના કેશિયર અને આ જ બેંકમાં બેસતી દેનાબેંકના કેશિયરને માર મારી તેમની પાસેથી 6.09 લાખની રોકડની લુંટ ચલાવી હતી અને બાદમાં બહાર રહેલ સ્વીફ્ટ કારમાં હળવદ તરફ ભાગી ગયા હતાં.
આ ઘટનાની જાણ થતાં જ મોરબી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ત્યાર બાદ સમગ્ર જિલ્લામાં એલર્ટ કરીને નાકાબંધી કરીને દેવામાં આવી હતી. આ ઉપરાંત હળવદ અને માળિયાના ગામડાંઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યાં હતાં. જોકે બાતમી મળતાં આ લુંટારા હળવદના ચુપણી ગામ નજીક ખેતરમાં ગ્રામજનો વચ્ચે ફસાઈ ગયા હતાં. પોલીસને જાણ કરતાં જ પોલીસ ચુપણી ગામે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને મકાઈના ખેતરમાં સંતાઈ ગયેલા આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં.
પોલીસે ગ્રામજનોની મદદ સાથે 6માંથી 4 જેટલા આરોપીને બે પિસ્તોલ અને એક બંદુક સાથે ઝડપી લીધા હતા જ્યારે બે ફરાર છૂટ્યા હતા. જોકે મહત્વની વાત એ છે કે બેંકમાંથી લુંટવામાં આવેલ 6.10 લાખની રકમ ભરેલ બેગ પણ મળી આવી હતી.
મોરબીની બેંકમાં હથિયારો સાથે ફિલ્મી અંદાજમાં લૂંટારૂઓ ત્રાટક્યાં, ગણતરીના કલાકોમાં જ પોલીસે આ રીતે ઝડપ્યાં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Feb 2020 11:44 AM (IST)
મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલ બેંક ઓફ બરોડા બેંકમાં મોઢે રૂમાલ બાંધેલ અને પિસ્તોલથી સજજ છ જેટલા શખ્સો અંદર ઘુસ્યા હતા. લુંટારાએ પાંચથી સાત મીનિટમાં બેંકમાં ફિલ્મી ઢબે આતંક મચાવ્યો
- - - - - - - - - Advertisement - - - - - - - - -