ઓગસ્ટમાં બેંકનું કામકાજ સમયસર પૂરું કરી લેવું નહીં તો ધક્કો પડશે, 13 દિવસ બેંકો રહેશે બંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Aug 2020 08:28 AM (IST)
ઓગસ્ટ મહિનામાં બેંકના રજાની શરૂઆત 1લી ઓગસ્ટ બકરી ઇદથી શરૂ થશે અને 31 ઓગસ્ટના રોજ ઓણમની રજા સાથે પૂરી થશે.
અમદાવાદઃ આજથી ગુજરાતમાં અનલોક 3 લાગુ થઈ ગયું છે. સાથે જ રાજ્યમાં હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોય તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે. જોકે ઓગસ્ટ મહિનામાં લોકોએ બેંકના જે પણ કામ હોય તે સમયસર પતાવી લેવા જેથી ધક્કો ન પડે. કારણ કે આ ઓગસ્ટ મહિનામાં બેંકો 13 દિવસ સુધી બંધ રહેવાની છે. ઓગસ્ટ મહિનામાંઓ રજાઓને કારણે બેંક 13 દિવસ સુધી બંધ રહેવાની છે. આ રજાઓમાં રવિવાર અને બીજા-ચોથા શનિવારને પણ ગણવામાં આવ્યા છે. ઓગસ્ટ મહિનામાં બેંકના રજાની શરૂઆત 1લી ઓગસ્ટ બકરી ઇદથી શરૂ થશે અને 31 ઓગસ્ટના રોજ ઓણમની રજા સાથે પૂરી થશે. 1 ઓગસ્ટે બકરી ઈદની રજા તો 2જી ઓગસ્ટે રવિવાર અને 3 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર હોવાની બેન્કોમાં રજા રહેશે. 8 ઓગસ્ટે બીજો શનિવાર છે અને 9 ઓગસ્ટે રવિવાર થઈ બે દિવસ બેન્કો બંધ રહેશે. 12 ઓગસ્ટે જન્માષ્ટમીની રજા તો 13 ઓગસ્ટે પેડ્રિયોટ ડે હોવાથી ઇમ્ફાલ ઝોનમાં બેંકો બંધ રહેશે. 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખી બેંકો બંધ રહેશે. 20 ઓગસ્ટે શ્રીમંત સંકરાદેવની તિથિ હોવાથી કેટલાક ઝોનની બેન્કો બંધ રહેશે. કેટલાક ઝોનમાં 21 ઓગસ્ટે હરિતાલિકા તીજના પ્રસંગે બેન્કોમાં રજા રહેશે. 22 ઓગસ્ટે ગણેશ ચતુર્થીના પ્રસંગે બેન્કોનું કામકાજ બંધ રહેશે. 29 ઓગસ્ટે કેટલીક ઝોનની બેન્કોમાં કર્મા પૂજાના કારણે રજા રહેશે. આવી જ રીતે 31 ઓગસ્ટે ઇન્દ્રયાત્રા અને તિરૂઓણમના પ્રસંગે કેટલાક ઝોનમાં બેન્કો બંધ રહેશે.