રાજયમાં હવે કડકડતી ઠંડીનો સામનો કરવો લોકોએ તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગે 28 અને 29 તારીખે રાજયમાં કોલ્ડવેવની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અને સુરેન્દ્રનગર, કચ્છ અને રાજકોટમાં કોલ્ડવેવની અસર જોવા મળી શકે છે. રાજયમાં નલિયામાં કોલ્ડવેવની અસર જોવા મળી છે જ્યાં સૌથી ઓછુ 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 25 ડિસેમ્બર બાદ ઠંડી વધવાની સંભાવવાના સેવવામાં આવી છે. આગામી 24 કલાકમાં નલિયામાં શીતલહેર રહેશે. 7 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહેશે. ખાસ કરીને રાજ્યભરમાં 28 અને 29 ડિસેમ્બરે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોરદાર રહેવાની સંભાવના છે. 11 શહેરોમાં તાપમાન 13 ડિગ્રીથી નીચે જશે. ગાંધીનગરમાં 8.5 ડિગ્રી તાપમાન છે. આગાહી પ્રમાણે, ઠંડીનો પારો નલિયા, ડીસા, સુરેન્દ્રનગરમાં નીચે ઉતરી શકે છે.

રાજ્યના તાપમાનમાં આગામી બે દિવસ સુધી કોઈ ફેરફાર નહીં થાય. પરંતુ ત્યારબાદ 25 ડિસેમ્બરથી ઠંડીમાં વધારો થવાની આગાહી છે. જ્યારે આગામી 48 કલાક દરમિયાન કોલ્ડવેવની કોઈ જ આગાહી નથી.