સોમનાથના દરિયા કિનારે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ-૨૦૨૫ યોજાશે, હેન્ડબોલ અને વોલીબોલની જામશે રમઝટ

૧૮ થી ૨૧ માર્ચ દરમિયાન સોમનાથમાં ખેલકૂદનો મહાકુંભ, વિજેતાઓને મળશે લાખોના ઇનામો, ૭ માર્ચ સુધી નોંધણી.

Continues below advertisement

Beach Sports Festival 2025: ગુજરાતના ખેલાડીઓ માટે ખુશીના સમાચાર! રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી સોમનાથ ખાતે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ૨૦૨૫નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલ ૧૮ માર્ચથી ૨૧ માર્ચ ૨૦૨૫ દરમિયાન સોમનાથના રમણીય દરિયા કિનારે યોજાશે, જેમાં બીચ હેન્ડબોલ અને બીચ વોલીબોલ જેવી રોમાંચક રમતોનો સમાવેશ થશે.

Continues below advertisement

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર, આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ઓપન એજ ગ્રુપ માટે યોજાશે, જેમાં ભાઈઓ અને બહેનો બંને બીચ હેન્ડબોલ અને બીચ વોલીબોલ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે. આ ફેસ્ટિવલમાં વિજેતા થનારી ટીમોને આકર્ષક રોકડ પુરસ્કારોથી નવાજવામાં આવશે. પ્રથમ ક્રમે આવનાર ટીમને રૂ. ૩ લાખ, દ્વિતીય ક્રમે આવનાર ટીમને રૂ. ૨ લાખ અને તૃતીય ક્રમે આવનાર ટીમને રૂ. ૧ લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

જે ખેલાડીઓ આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં ભાગ લેવા ઈચ્છુક હોય તેઓને તારીખ ૦૭ માર્ચ ૨૦૨૫ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટેનું ફોર્મ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની વેબસાઈટ https://sportsauthority.gujarat.gov.in/ પર ઉપલબ્ધ છે. ખેલાડીઓએ આ વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરીને તેને યોગ્ય રીતે ભરવાનું રહેશે અને ત્યારબાદ પોતાના જિલ્લાના જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી ખાતે તારીખ ૦૫ માર્ચથી ૦૭ માર્ચ ૨૦૨૫ દરમિયાન કચેરી સમય દરમિયાન જમા કરાવવાનું રહેશે.

આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ખેલાડીઓ માટે તેમની પ્રતિભા દર્શાવવાની અને દરિયા કિનારાના સુંદર વાતાવરણમાં રમતોનો આનંદ માણવાની એક અનોખી તક છે. વધુ માહિતી માટે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૭૪ ૬૧૫૧ પણ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર સંપર્ક કરી શકાશે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તમામ ખેલાડીઓને આ ફેસ્ટિવલમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

Continues below advertisement
Sponsored Links by Taboola