ગાંધીનગર:ગુજરાત કોંગ્રેસે 10 જિલ્લાના પ્રમુખોની  નિમણૂક કરી છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલની નિમણૂક કરવામાં આવી છે. તો રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયાની નિમણૂક કરવામાં આવી છે.
અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે પ્રતાપ દુધાત અને જુનાગઢ શહેર પ્રમુખ તરીકે ભરત અમિપરા ની નિમણુક કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં પ્રમુખ તરીકે ચેતનસિંહ પરમારની નિમણૂક કરાઈ છે. ખેડા જિલ્લા પ્રમુખ તરીકે ચંદ્રશેખર ડાભી અને આણંદ જિલ્લા પ્રમુખ તરીકે વિનુભાઈ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે. વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે જશપાલસિંહ પઢીયારની નિમણૂક કરવામાં આવી છે. નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે પ્રફુલ પટેલની નિમણુક કરાઇ છે. તો ડાંગ જિલ્લા પ્રમુખ તરીકે મુકેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે.


લોકસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે પોલિટિકલ અફેર કમિટીની પણ  જાહેરાત કરી છે. જેમાં 17 સભ્યોનો  સમાવેશ કરવામાં આવ્યો છે.

લોકસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે 40 સભ્યોની ગુજરાત પ્રદેશ ઇલેક્શન કમિટીની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના તમામ અગ્રણી નેતાઓનો પ્રદેશ ઇલેક્શન કમિટીમાં  સમાવેશ કરવામાં આવ્યો છે. ઇલેક્શન કમિટીમાં 40 સભ્યોની  નિમણુક કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલની આગેવાની હેઠળ ઇલેક્શન કમિટીની રચના પણ કરવામાં આવી છે. ધારાસભ્ય અને પૂર્વ ધારસભ્ય સાથે પૂર્વ પ્રમુખો , સિનિયર નેતાઓનો ઇલેક્શન કમીટીમાં સમાવેશ કરવાં આવ્યો છે. અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ સહિતના દિગ્ગજનોના ઇલેક્શન કમિટીમાં નિમણુક કરવામાં આવી છે.                                                                            


આ પણ વાંચો


Heart Attack: રાજ્યમાં હાર્ટ અટેકથી વધુ 5નાં મોત, મોરબી સહિત આ શહેરમાં આશાસ્પદ યુવકોએ ગુમાવી જિંદગી


Baba Vanga Prediction: વર્ષ 2024 માટે બાબા વેંગાની 5 ભવિષ્યવાણીઓ, નવું વર્ષ ખુશીઓ સાથે મોટી મુશ્કેલીઓ પણ લઈને આવશે


IND vs AUS: ખરાબ પિચને કારણે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ ફાઇનલમાં હારી ગઈ? ICC નાં રિપોર્ટમાં થયો મોટો ખુલાસો


2 વર્ષમાં 260 કરોડ લોકોનો પર્સનલ ડેટા લીક, એપલના અભ્યાસમાં બહાર આવી આ હકીકત