નવસારી:નવસારીના બીલીમોરાના ST ડેપોએ ચાલુ વરસાદે કલર કામ શરૂ કરીને સરકારના પૈસાનું પાણી કર્યું છે. હાલ નવસારી જિલ્લામાં  મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે નવસારીના બીલીમોરા  એસટી ડેપોમાં થઇ રહેલા કલર કામને લઇને સવાલ ઉઠવા સ્વાભાવિક છે.


ST ડેપોએ  બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. ભર ચોમાસે બીલીમોરા ડેપોમાં કલર કામ શરૂ કરવામાં આવ્યું છે.ચાલુ વરસાદે ડેપો વિભાગના કલર કામ શરૂ કરતાં અનેક સવાલો ઉઠ્યાં છે. ડેપોની બહારની દીવાલો પર કલરકામ થતું જોઈ પેસેન્જરો તેમજ શહેરીજનો આશ્ચર્યમાં પડી ગયા છે. ધોધમાર વરસાદમાં કલરકામનો શું અર્થ છે. માત્ર સરકારી પૈસાનું ધોવાણ જ છે? આ તમામ સવાલ હાલ ઉઠી રહ્યાં છે.




ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગે આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં હાલ મેઘમહેર જોવા મળી રહી છે  નવસારીમાં સવારથી મેઘમંડાણ થયું છે. આગામી 3 કલાક દરમિયાન નવસારી, વલસાડ, દમણ, દાદરા  નગર હવેલી, ડાંગ, ભાવનગર, અમરેલી, સુરત, જેવા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.




બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ભરૂચ, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, ગાંધીનગર, પંચમહાલ, પાટણ આગામી 3 કલાક દરમિયાન હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારી માં ભારે વરસાદની સવારથી મંડાણ થયા છે. જોકે હવામાન વિભાગની આગાહી અને સતત વરસી રહેલા વરસાદ વચ્ચે એસટી ડેપોને હવે દિવાલને કલર કામ કરવાનું સૂઝ્યું છે. આ સમયે કલર કામથી માત્ર સરકારી પૈસાનું ઘોવાણ જ થશે અને કલર  પાણીમાં ધોવાઇ જતાં કલરકામનો પણ કોઇ અર્થ નહિ સરે માત્ર કરવા ખાતર કરવામાં આવતા આ કામની લોકોમાં સતત આલોચના થઇ રહી છે. ચાલુ વરસાદે કલર કામથી ન તો એસટી ડેપોની દિવાલમાં કંઇ સુધાર થશે અને ઉપરથી સરકારી પૈસાની બરબાદી થઇ રહી છે. આ સમગ્ર ઘટનાથી સવાલો થવા સ્વાભાવિક છે.  


આ પણ વાંચો 


રખડતા ઢોર અને શ્વાનનો આતંક યથાવત, ભાવનગરમાં અને વડોદરમાં એક-એક વ્યક્તિએ ગુમાવ્યા જીવ


Important Rule changes in August: ક્રેડિટ કાર્ડથી લઇને ITR સુધી, ઓગસ્ટમાં થઇ રહ્યા છે આ પાંચ મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર કરશે અસર


Edible Oil: ખાદ્યતેલના ભાવ એક વર્ષના તળિયે, જાણો કેટલું થયું સસ્તું, મોદી સરકારે સંસદમાં લેખિતમાં આપી માહિતી


Netweb Technologies IPO: નેટવેબ ટેક્નોલોજિસ આઈપીઓનું બમ્પર લિસ્ટિંગ, સ્ટોક 89% પ્રીમિયમ પર થયો લિસ્ટ