નર્મદાઃ મનસુખ વસાવાનાં નિવેદન પર ચૈતર વસાવાએ પલટવાર કર્યો છે. ચૈતર વસાવાએ કહ્યું કે, કૂતરું બિલાડુ લાવવાનું કામ મનસુખ વસાવા કરે છે. હવે ચૂંટણી નજીક આવી છે ત્યારે મજેદાર નિવેદનો મનસુખ વસાવા કરશે. ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ 5 વાર ચૈતર વસાવાનું નામ લે તે જ ચૈતર વસાવાનો ડર બતાવે છે.
ગૃહમંત્રી અમિત શાહ એ અર્બન નકસલી મને કહ્યો હતો તો. આદિવાસીઓની જંગલ જમીન માટે અમે લડીએ છે એટલે અમને નકસલી કહે છે જેનો જવાબ આદિવાસી સમાજ ચૂંટણીમાં આપશે. મુમતાઝ પટેલ અને ફૈઝાન પટેલ બાબતે ચૈતર વસાવાએ કહ્યું કે આ બંને જણ પણ હવે આવનારા દિવસોમાં પ્રચારમાં જોડાશે.
ક્ષત્રિય સમાજનો વિરોધ બાબતે ચૈતર વસાવાએ કહ્યું કે મજબૂત ઉમેદવાર તરીકે મને ક્ષત્રિય સમાજ જોઈ રહ્યું છે. ભાજપ ઇન્ડિયા ગઠબંધનથી ડરી ગયુ છે. હવે હિન્દૂ મુસ્લિમનાં મુદ્દાઓ પર પણ ભાજપ આવશે. આપ આદિવાસી વિરોધી નથી ભાજપ આદિવાસી વિરોધી છે. અમારા આદિવાસી મુખ્યમંત્રી હેમંત શોરેનને પણ ભાજપે જ જેલમાં ધકેલ્યા છે.