અંકલેશ્વરઃ ભરૂચ પાસે બનેલી એક કરૂણ ઘટનામાં માતાનું મૃત્યુ થતાં મૂકબધિર પત્ર માતાના મૃતદેહને મૃતદેહને નાની ગરગડીવાળી હાથલારીમા મૂકીને આ લારી ખેંચીને રોડ પરથી અંતિમ સંસ્કાર માટે સ્મશાન સુધી લઈ ગયો હતો. યુવકની સાથે કોઈ નહોતું પણ કોઈ રાહદારીએ ફોન કરતાં દોડી આવેલા એક સામાજિક કાર્યકરે દાડી આવીને મદદ કરતાં  યુવકે તેની મદદથી અંતિમ સંસ્કાર પણ કર્યા હતા. લોકો આ દૃશ્ય જોતાં રહ્યાં હતાં અને તેનો વીડિયો પણ ઉતાર્યો હતો પણ કોરોનાના ડરે કોઈ યુવકને મદદ કરવા આગળ નહોતું આવ્યું.


આ ઘટનાની વિગત એવી છે કે, ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે રોડ પર ભીખ માંગીને  જીવન નિર્વાહ કરતી મહિલાએ એક દીકરાને જન્મ આપ્યો હતો. આ દીકરો જન્મથી બોલી અને સાંભળી શકતો ન હતો. માતાએ ભીખ માંગીને પુત્રને મોટો કર્યો હતો. પુત્ર પણ માતા સાથે જ બેસી રહેતો હતો.


રવિવારે યુવકની માતાનું માતાનું મૃત્યુ થતા નિરાધાર બનેલા મૂકબધિર દીકરાએ માતાના અંતિમ સંસ્કાર માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો.  બોલી નહી શકતો પુત્ર રોડ પર જ રહેતો હોવાથી કોઈ સંબંધી કે પરિચિત નહોતા. આ ઉપરાંત પોતે બોલી નહીં શકતો હોવાથી કોઇને માતા મૃત્યુ પામી છે તે કહી પણ નહોતો શક્યો.


માતાના અંતિમ સંસ્કાર માટે છેવટે પુત્રે ગરગડીવાળી હાથલારી લીધી હતી. લારી પર માતાના મૃતદેહને મૂકી  એકલા હાથે લારી ખેંચી નર્મદા નદી કાંઠે આવેલ સ્મશાને  લઈ જવા નિકળ્યો હતો. રસ્તામાં અનેક લોકો મળ્યા હતા પણ કોઈ મદદે નહોતું આવ્યું. છેવટે એક રાહદારીએ આ દ્રશ્ય જોઈ સામાજિક કાર્યકરને ફોન કરતાં કાર્યકર મુકબધિર યુવાનની મદદ કરવા દોડી ગયો હતો.


આ સામાજિક કાર્યકરે લારી અને મૃતદેહને કોવિડ સ્મશાન ખાતે લઈ જઈ મૂકબધિર પુત્રને સાંત્વના આપી હિન્દુ વિધી મુજબ કફન સામગ્રી મંગાવી પુત્રના હાથે માતાની અગ્નિસંસ્કાર વિધિ કરાવી હતી.