ભરૂચની ઝાડેસ્વર ચોકડી પાસે પોલીસને બાતમી મળી હતી એક શખ્સ નશીલા પ્રદાર્થ સાથે આવવાનો છે. જેને લઈને પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. મેફેડ્રોન નામના ડ્રગ્સ સાથે ઈકરામ યુસુફ પટેલ નામના શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન આ શખ્સ પાસેથી 4.37 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.
પોલીસે 4.37 લાખની કિંમતનું 43.40 ગ્રામ ડ્રગ્સ કબ્જે કરી ઈકરામની પૂછપરછ શરુ કરી છે. પ્રાથમિક તપાસમાં આ નશીલો પદાર્થ ભરૂચના હાઈપ્રોફાઈલ નબીરાઓ માટે લાવવામાં આવતો હોવાનું જાણવા મળી રહ્યું છે.