અમદાવાદ: રાજ્યમાં આજે કોરોના વાયરસના વધુ 135 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 8 લોકોએ આ જીવલેણ વાયરસથી જીવ ગુમાવ્યો છે. સારા સમાચાર એ છે કે 35 દર્દીઓ આજે સ્વસ્થ થયા છે. આ સાથે ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા 2407એ પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.
આજે જે નવા 135 કેસ આવ્યા છે તેમાંથી 67 કેસ અમદાવાદમાં, સુરત-51, વડોદરા-1, મહીસાગર-9, છોટાઉદેપુર- 04, બનાસકાંઠા-1, આણંદ-2 કેસ છે.



કોરોનાથી આજે વધુ 8 લોકોનાં મોત થયા છે તેમાં 5 પુરુષ અમદાવાદમાં, એક પુરુષ અને 2 સ્ત્રીના વડોદરામાં મોત થયું છે. જ્યારે જે 35 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમાં અમદાવદમાં 23 પુરુષ અને 7 સ્ત્રી એમ 30 લોકો, છોટાઉદેપુરમાં એક પુરુષ, સુરતમાં 2 મહિલા અને ભાવનગરમાં 02 પુરુષ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં જે 2407 કેસ નોંધાયા છે, જેમાંથી 13 વેન્ટિલેટર પર છે જ્યારે 2112 સ્ટેબલ છે. કુલ 179 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 103એ પહોંચ્યો છે.

કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા ?


અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 39421ટેસ્ટ કરવામાં આવ્યાછે જેમાંથી 2407 પોઝિટિવ આવ્યા અને 37014 નેગેટિવ કેસ આવ્યા છે.