ભાવનગરઃ ગુજરાતમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે અનેક લોકોનો કોરોનાએ ભોગ લીધો છે. ત્યારે ભાવનગર સિવિલ હોસ્પિટલનો મોટો છબરડો સામે આવ્યો છે. કોરોનાથી મૃત્યુ પામેલા યુવકની લાશની અંતિમવિધિ કરવાનું ભૂલી ગયા હતા.
કોરોનાથી મોતને ભેટેલા યુવકની લાશ 15 દિવસ પીએમ રુમમાં રાખ્યા બાદ યાદ આવ્યું કે આ વ્યક્તિની અંતિમવિધિ કરવાની બાકી છે. જો કે, મૃતક યુવકના માતા-પિતાને પણ જાણ કરવામાં આવી નહોતી. તંત્ર આ ઘટના અંગે કશું કહેવા તૈયાર નથી.
રાજ્યમાં ગઈ કાલે વધુ 10 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3419 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16660 એક્ટિવ કેસ છે, જ્યારે 113140 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 16574 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 133219 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 1, જુનાગઢ કોર્પોરેશનમાં 1, રાજકોટમાં 1, વડોદરામાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 10 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 178, સુરત કોર્પોરેશનમાં 160, રાજકોટ કોર્પોરેશનમાં 112, સુરતમા 109, વડોદરા કોર્પોરેશનમાં 92, જામનગર કોર્પોરેશનમાં 81, રાજકોટમાં 59, મહેસાણામાં 52, વડોદરામાં 41, બનાસકાંઠામાં 36, કચ્છ 34, સુરેન્દ્રનગર 34, ભાવનગર 31, અમરેલીમાં 30, પાટણ 27, ગાંધીનગર 26, મોરબી 24, ભરૂચ 21, અમદાવાદમાં 19 કેસ નોંધાયા હતા.
ભાવનગરમાં યુવકનું કોરોનાથી થયું મોત ને 15 દિવસ સુધી PM રૂમમાં જ પડી રહી લાશ, પછી.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Sep 2020 10:53 AM (IST)
કોરોનાથી મોતને ભેટેલા યુવકની લાશ 15 દિવસ પીએમ રુમમાં રાખ્યા બાદ યાદ આવ્યું કે આ વ્યક્તિની અંતિમવિધિ કરવાની બાકી છે. જો કે, મૃતક યુવકના માતા-પિતાને પણ જાણ કરવામાં આવી નહોતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -