ભાવનગરઃ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના કહેવાતા નિવેદન સામે ઉગ્ર વિરોધ દર્શાવીને ભાવનગર શહેર કોંગ્રેસ માલધારી સેલ દ્વારા કલેકટરને આવેદન પત્ર અપાયું છે. આવેદનપત્ર આપતી વખતે રબારી સમાજના આગેવાનોએ હાય રે પાટીલ, હાય હાયના નારા લગાવ્યા હતા. 


માધાલરી સમાજનો આક્ષેપ છે કે, ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું કે,  8 દિવસની અંદર શહેરમાં ગાયો ના દેખાવી જોઈએ. સીઆર પાટિલના નિવેદનના કારણે માલધારી સમાજ નારાજ હોવાનો દાવો કરીને માલધારી સમાજે આવેદન આપ્યું છે અને આવા નિવેદન સામે સીઆર પાટીલ માફી માંગે એવી માગણી કરી છે. સી.આર. પાટીલ પોતાના શબ્દો પાછા ખેંચે એવી માંગ સાથે માલધારી સમજે કલેકટરને આવેદન પાઠવ્યું છે. આ ઉપરાંત ગૌચરના દબાણો દૂર કરવા અને ગાયો માટે અલગ જમીન ફાળવવા માલધારી સમાજે માંગ કરી છે. 


નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ઉજવણી નીમીતે ઓઢવ વોર્ડમાં ગાયત્રી ગાર્ડન ખાતે 10 હજાર વૃક્ષોના વૃક્ષારોપણનો કાર્યક્રમ અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરશન દ્વારા રાખવામા આવ્યો હતો. જેમા ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યાં હતા. અહીં તેમણે જાણાવ્યું કે, તમામ મંદિરમાથી ભિક્ષુક હટાવવા માટે મુખ્યમંત્રીને રજુઆત કરી છે. તમામ જગ્યાએ ભિક્ષુકને હટાવાનો અમારો નિર્ણય છે. સાથે અમદાવાદમા રખડતા ઢોરનો ત્રાસ છે એ પણ હટાવવા અમે કટીબધ્ધ છે.


ગુજરાતના ક્યા મંત્રી પોતાના વિભાગના અધિકારીઓ પર બગડ્યા, હવે જો ઓફિસમાં મોડા આવ્યા તો.......


ગાંધીનગરઃ મહેસૂલ વિભાગના અધિકારીઓને મહેસૂલ મંત્રીએ વધુ એકવાર ચીમકી આપી છે. મહેસૂલ વિભાગના અધિકારીઓ સમયસર કચેરીએ ન પહોંચતા હોવાથી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી નારાજ છે. મહેસૂલ વિભાગના અધિકારીઓ સમયસર ન આવતા હોવાની ફરિયાદ મળી છે, તેમ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું. અધિકારીઓએ વર્ક કલ્ચર બદલવું પડશે. હવે ફરિયાદ મળશે તો એક્શન લેવાશે. 


તેમણે કહ્યું કે, મહેસૂલ વિભાગમાં અરજદારોની ફરિયાદોનો નિકાલ આવે તે મારી પ્રાથમિકતા છે. અધિકારીઓ સમયસર આવ્યા નથી, તેની મને ટેલિફોનિક ફરિયાદો મળી છે. જે અધિકારીઓ સમયસર નહીં પહોંચે તેની સામે પગલા લેવાશે. તલાટી, મામલતદાર, કલેક્ટર કચેરીના અધિકારીઓએ સમયસર પહોંચવું પડશે. 


તેમણે કહ્યું હતું કે, અરજીઓ કોઈ કારણ સિવાય વિલંબમાં ન મુકશો. હકદાર અરજકર્તાને જાણીબુઝીને હેરાન કરનારાઓને બક્ષવામાં નહીં આવે. જે અધિકારીઓના ચુકદાઓ વારંવાર ઠરશે તેની પણ સમીક્ષા કરશે. અરજદારને ન્યાય આપવો તે અધિકારીઓની જવાબદારી છે. બિનજરૂરી રીતે પેન્ડિંગ કેસ રખાશે તો અધિકારીઓ સામે પગલા લેવાશે. અધિકારીઓ મોડા પહોંચતા એબીપી અસ્મિતાએ વારંવાર અહેવાલો રજૂ કર્યા છે.