ભાવનગરઃ પાલિતાણા પાસેના ગામમાં રહેતી 17 વર્ષીય સગીરાને ગામના જ યુવકે ત્રણ-ત્રણ વાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખભળાટ મચી ગયો છે. આરોપી યુવકે સગીરાને તેના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી અલગ અલગ જગ્યાએ ત્રણ વાર પરાણે શરીરસંબં બાંધ્યા હતા.
એટલું જ નહીં, સગીરાની સગાઇ નક્કી થઈ જતાં તેના મંગેતરને તેના સગીરા સાથેના અશ્લીલ ફોટા અને મેસેજ મોકલી દીધા હતા. આ અંગે સગીરાએ પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં બલાત્કારની ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લઇ આગળની તપાસ હાથ ધરી છે.
ભાવનગરઃ નાના ભાઈને મારી નાંખવાની ધમકી આપી યુવકે સગીરા સાથે બાંધ્યા શારીરિક સંબંધ, સગાઈ થતાં શું કર્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jan 2021 02:34 PM (IST)
આરોપી યુવકે સગીરાને તેના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી અલગ અલગ જગ્યાએ ત્રણ વાર પરાણે શરીરસંબં બાંધ્યા હતા. તેમજ તેના અશ્લીલ ફોટા પણ પાડી લીધા હતા.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -