ભાવનગરઃ અલંગના ડેલાની એક ઓફિસમાં કામે આવતી યુવતી પર બોસ અને તેના મિત્રોએ પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની અને યુવતીનો અશ્લીલ વીડિયો વાયરલ કરી દીધો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે ત્રણ ઇસમો સામે પોલીસ ફરિયાદ થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. 


આ અંગે મળતી વિગતો પ્રમાણે, શહેરના કુંભારવાડા વિસ્તારમાં અલંગનો ડેલો આવેલો છે, જેની ઓફિસમાં એક યુવતી સફાઇકામ કરવા જતી હતી. આ યુવતી પર ડેલાના બોસ અને તેના મિત્રોએ નજર બગાડી હતી. યુવતીએ ઇનકાર કરવા છતાં બોસ અને તેના બે મિત્રોએ તેની સાથે બળજબરી કરી હતી તેમજ તમામે તેની સાથે પરાણે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. 


એટલું જ નહીં, આ હવસખોરોએ યુવતીનો અશ્લીલ વીડિયો પણ બનાવી લીધો હતો. ગત પહેલી એપ્રિલથી 14 મે દરમિયાન યુવતી સાથે આ હવસખોરોએ શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ અશ્લી વીડિયો પણ ઉતારી લીધો હતો. જોકે, આ પછી આ શખ્સોએ યુવતીનો વીડિયો વાયરલ કરી દીધો હતો. 


આ અંગે પીડિત યુવતીએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં બોસ અને તેના બે મિત્રો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 


Surat : પાડોશી યુવકે 11 વર્ષીય સગીરાને દારૂ પીવડાવી ગુજાર્યો બળાત્કાર, પરિવારને ખબર પડતા....


સુરતઃ શહેરના અડાજણ વિસ્તારમાં અંગ્રેજી મીડિયમમાં ધોરણ-7માં અભ્યાસ કરતી સગીરાને પાડોશમાં રહેતા 23 વર્ષીય યુવકે પરાણે દારૂ પીવડાવી હવસ સંતોષી હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સગીરાએ યુવકની હરકતો અંગે પરિવારને જાણ કરતાં પરિવારના સભ્યોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ અંગે સગીરાની માતાએ  મંગળવારે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં 23 વર્ષીય નરાધમને જેલ હવાલે કરી દીધો છે. 


આ અંગે મળતી વિગતો પ્રમાણે, અડાજણમાં રહેતા વેપારીની 11 વર્ષીય દીકરી 15 દિવસ પહેલા પાડોશી યુવકના ઘરે કૂતરું રમાડવા માટે ગઈ હતી. એટલું જ નહીં, 10 દિવસથી બંને સોશિયલ મીડિયા પર એકબીજાના કોન્ટેક્ટમાં હતા. ગત 14મી મેના રોજ યુવક સીગરાને બાઇક પર ફરવા માટે ઓલપાડ બ્રિજ પાસે લઈ ગયો હતો. 


આ પછી બીજા દિવસે 15મીએ અડાજણમાં મિત્રના ભાડે રાખેલા ફ્લેટમાં સગીરાને લઈ ગયો હતો. અહીં યુવકે સગીરાને પરાણે વોડકા પીવડાવ્યો હતો અને આ પછી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી મોબાઇલની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો. જોકે, એક મહિનાથી બેકાર છે. તેના પિતા કપડાની દુકાનમાં નોકરી કરી છે. 


આરોપીનો મિત્ર અડાજણમાં જ ચાર મિત્રો સાથે ભાડે રહે છે. આ મિત્રએ આરોપીને ફ્લેટની ચાવી આપી હતી. આ જ ફ્લેટમાં આરોપીએ 15મી મેના રોજ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ આરોપીનો મિત્ર જ વોડકાની બોટલ લાવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ આરોપીના મિત્ર સામે પણ ગુનો નોંધી વધુ તપાસ કરશે.