Heart Attack: રાજ્યમાં છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેકના કિસ્સામાં વધારો થયો છે. બનાસકાંઠાના પાલનપુરનાં પૂર્વ મામલતદારનું હૃદય રોગનાં હુમલાથી મોત થયું છે. વડગામ તાલુકાના બસુ ગામના હૈદરભાઈ નાગોરીનું મોત થયું છે. તેમનું થોડા સમય પહેલા પ્રમોશન થતાં ભુજ ગયા હતા અને ભુજ ડીઝાસ્ટર મામલતદાર તરીકે હાલ ફરજ બજાવતા હતા. પાલનપુરથી રાત્રે ભુજ જવા નીકળ્યા ત્યારે આવેલો હાર્ટએટેક જીવલેણ સાબિત થયો હતો. કલેકટર કચેરીએ કલેકટર સહિત અધિકારીઓએ મૌન પાળી શોક વ્યક્ત કર્યો હતો.
અસહ્ય ગરમી આ કારણે બને છે હાર્ટ અટેકનું કારણ
નબળા હૃદયવાળા લોકો શરીરને ઠંડુ રાખવા માટે પૂરતું લોહી પંપ કરી શકતા નથી. તેથી જ તેઓ બ્લડ પ્રેશરને સામાન્ય રાખી શકતા નથી. જેના કારણે તેમના શરીરનું તાપમાન હાનિકારક સ્તરે વધી શકે છે.
માનવ શરીર સામાન્ય રીતે 98.6°F એટલે કે 37°C તાપમાન જાળવી રાખે છે. જ્યારે તાપમાનમાં થોડો વધારો થાય છે, ત્યારે શરીર પરસેવો ઉત્પન્ન કરીને અને રક્તવાહિનીઓને ફેલાવીને પોતાને ઠંડુ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જ્યારે એવું થતું નથી અને રક્તવાહિનીની સાઈઝમાં વધારો થવાને કારણે હૃદયના ધબકારા ઝડપી બને છે અને બ્લડપ્રેશર ઘટી જાય છે ત્યારે હૃદયરોગના દર્દીઓ માટે સમસ્યા ઊભી થઈ શકે છે.
લોહી પંપ કરવામાં અસમર્થ
નબળા હૃદયવાળા લોકો શરીરને ઠંડુ રાખવા માટે પૂરતું લોહી પંપ કરી શકતા નથી. તેથી જ તેઓ બ્લડ પ્રેશરને સામાન્ય રાખી શકતા નથી. જેના કારણે તેમના શરીરનું તાપમાન હાનિકારક સ્તરે વધી શકે છે. કાર્ડિયોલોજિસ્ટ્સનું કહેવું છે કે વધતી ગરમીને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદય સંબંધિત રોગો ખાસ કરીને હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે.
શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે એવું માનવામાં આવે છે, પરંતુ નિષ્ણાતોના મતે માત્ર કડકડતી ઠંડી જ નહીં પરંતુ પ્રખર ગરમી પણ હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે. એટલા માટે હૃદયના દર્દીઓએ બંને પરિસ્થિતિમાં સાવચેત રહેવું જોઈએ. હિટવેવની સ્થિતિમાં હાર્ટ એટેકની શક્યતાઓ વધી જાય છે. આનું કારણ એ છે કે, શરીરના ચયાપચયને તેનું સામાન્ય તાપમાન 37 °C (98.6 °F) જાળવવા માટે સખત મહેનત કરવી પડે છે, જે હૃદય પર તાણ લાવે છે.
આ લક્ષણોને ન કરો નજર અંદાજ
- માથામાં દુખાવો થવો
- વધુ પરસેવો આવવો
- નાડીનું તેજ ચાલવું
- ધબકારા વધી જવા
- ઉલ્ટી થવી
- નબળાઇ અનુભવવી
કેવી રીતે કરશો બચાવ
ગરમીમાં હાર્ટઅટેકથી બચવા માટે સખત ગરમીમાં બહાર જવાનું ટાળવું જોઇએ. ગરમીમાં હાર્ડ વર્ક કરવાનું ટાળવું જોઇએ અને શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે પાણી પીતા રહેવું જોઇએ. જો ગરમીમાં અસહજ મહેસૂસ થાય કે ઉપરોક્ત કોઇ આવા કોઇ લક્ષણો દેખાય તો ઠંડી જગ્યાએ જતું રહેવું અને આરામ કરવો અને ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.