અમદાવાદઃ ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમા નહીં સમાવાયેલા ભૂતપૂર્વ મંત્રી કૌશિક પટેલની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવાઈ છે. કૌશિક પટેલ પર અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુ એન મહેતા હોસ્પિટલમાં પૂર્વ મંત્રી કૌશિક પટેલને મળીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ આવેલા મુખ્યમંત્રી કૌશિક પટેલ સાથે પંદર મિનિટ જેટલો સમય રોકાયા હતા.


આ પહેલાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સવારે 10 કલાકે અનેક્ષી ખાતે સાબરમતી આશ્રમ રી ડેવલપમેન્ટ અંગેની બેઠકમાં બાગ લીધો હતો. આ બેઠક પતતાં જ તે ધા  યુ એન મહેતા હોસ્પિટલમાં પૂર્વ મંત્રી કૌશિક પટેલની ખબરઅંતર પૂછવા નિકળી ગયા હતા. એ પછી તેમણે થલતેજ ગુરુદ્વારામાં દર્શન કર્યા હતા. 


નીતિન પટેલે ભાજપ કાર્યકરો, હોદ્દેદારો , કાઉન્સિલર્સને શું અપાઈ  સૂચના?


મહેસાણાઃ ગુજરાતની નવી રચાયેલી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાંથી પડતા મૂકાયેલા ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રવિવારે પોતાના તવિસ્તાર મહેસાણાની મુલાકાતે છે. નીતિન પટેલ બપોરે 2.30 કલાકે મહેસાણામાં ભાજપના કાર્યાલય કમલમ ખાતે હાજરી આપશે.


નીતિન પટેલ ભાજપના કાર્યકરો સાથે મુલાકાત કરીને તેમને માર્ગદર્શન આપશે. નીતિન પટેલની મુલાકાતને અનુલક્ષીને ભાજપના કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક કાઉન્સિલર્સને ભાજપ કાર્યાલય ખાતે હાજર રહેવા સૂચના અપાઈ છે. નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે કોઈ પણ સ્થળે તેમની મુલાકાત સમયે સ્વયંભૂ જ ભાજપના કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક કાઉન્સિલર્સ હાજર રહેતા હતા. હવે હોદ્દા પર ના રહેતાં ભાજપના કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક કાઉન્સિલર્સને હાજર રહેવા સૂચના અપાઈ છે એ સૂચક છે. 


નીતિન પટેલ બેસતા હતા એ ચેમ્બર્સ ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં ક્યા બે દિગ્ગજ મંત્રીને ફાળવાઈ?


 ગુજરાતની નવી રચાયેલી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટના મંત્રીઓએ શનિવારે પોતાના હોદ્દાનો કાર્યભાર સંભાળ્યો હતો. આ કાર્યભાર પહેલાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા મંત્રીઓને જૂના મંત્રીઓની ઓફિસ ફાળવાઈ હતી.


ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની એક ચેમ્બર મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને ફાળવવામાં આવી છે.જ્યારે  બીજી ચેમ્બર શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને ફાળવવામાં આવી છે. નીતિન પટેલની બંને મ્બર સ્વર્ણિમ સંકુલ 1ના બીજા માળે એવેલી છે.


આ ફાળવણીમાં સ્વર્ણિમ સંકુલ 1ના પહેલા માળે આવેલી ભૂતપૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલની ચેમ્બર નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને ફાળવવામાં આવી છે પૂર્વ શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરની ચેમ્બર વન અને પર્યાવરણ મંત્રી કિરીતસિંહ રાણાને ફાળવાઈ હતી.