સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયેલા છે જેને કારણે હાલ અમદાવાદમાં લોકડાઉન ચાલુ છે. જોકે આ બધાની વચ્ચે ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી હતી જેમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં 15 મેથી આઉટલેટ્સ અને ગ્રોસરી શોપ ખુલ્લા મુકવામાં આવશે. રેડઝોન સિવાયના વિસ્તારમાં આવેલા ડી માર્ટ, ઓશિયા, સુપરમોલ, ઝોમેટો અને સ્વીગીની ઓનલાઈન ડિલિવરી શરૂ કરવામાં આવશે. પરંતુ આ બધું ચાલુ કરવા માટે અમુક શરતોનું પાલન કરવું પડશે.
- કોરોનાના સંક્રમણથી બચવા અમદાવાદમાં ડીજીટલ પેમેન્ટ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો
- અમદાવાદની 17 હજાર જેટલી શાકભાજી, ફળ-દુધ અને કરિયાણાની દુકાનોમાં ડીજીટલ પેમેન્ટથી જ થશે ચૂકવણી
- 100 જેટલી ટીમ બનાવી ઓનલાઈન પેમેન્ટ એપ્લીકેશન ડાઉનલોડ કરાશે
- ઓનલાઈન ફૂડ ડિલિવર કરતી કંપનીઓએ પોતાના ડિલિવરી સ્ટાફનું 100 ટકા કરાવવું પડશે મેડિકલ સ્ક્રિનિંગ
એટલું જ નહીં હોમ ડિલિવરીનો પણ ડીજીટલ પેમેન્ટથી વ્યવહાર કરવો પડશે
- 15 મેથી અમદાવાદમાં કેશ ઓન ડિલિવરી થઈ શકશે નહીં
- કન્ટેન્મેન્ટ અથવા તો રેડ ઝોનમાં કોઈ ડિલિવરી બોય જઈ શકશે નહીં
- ડિલિવરી બોય પાસે હેન્ડ ગ્લોવ્ઝ, સેનિટાઈશેઝન કેપ અને સેનિટાઈઝર રાખવા પડશે
- રેડઝોન સિવાયના વિસ્તારોમાં ગ્રોસરી શોપ ખોલવાના સ્પષ્ટ એંધાણ
- ડી માર્ટ, ઓશિયા, ઝોમેટો અને સ્વીગીના સંચાલકોને પોતાના કર્મચારીઓના ટેસ્ટ કરાવવા જવાબદારી સોંપવામાં આવી
- રોકડ રકમ દ્વારા ફેલાતા કોરોનાથી સંક્રમણ અટકાવવા ડીજીટલ પેમેન્ટનો વ્યાપ વધારવામાં આવશે
- ઓનલાઇન ડિલિવરી કરતાં કર્મચારીઓ રેડ ઝોનમાં પ્રવેશ પર મનાઈ ફરવામાં આવી
- તમામ વિકેરતાઓએ સાત દિવસ બાદ હેલ્થ કાર્ડ રીન્યુ કરાવવા પડશે
15 મે પછી અમદાવાદમાં છૂટ આપવાને લઈને ગુજરાત સરકારે શું કરી મહત્વની જાહેરાત? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 May 2020 03:54 PM (IST)
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયેલા છે જેને કારણે હાલ અમદાવાદમાં લોકડાઉન ચાલુ છે. જોકે આ બધાની વચ્ચે ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી
- - - - - - - - - Advertisement - - - - - - - - -