ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે ફિક્સ પગારદારો અંગે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે ફિક્સ પગારની યોજના હેઠળ  વર્ગ 3 અને વર્ગ 4 જગ્યાઓ પર ભરતી થનારા અને કાયમી થઈ ગયેલા કર્મચારીઓએ પૂર્વ સેવા તાલીમને અંતે પરીક્ષા પાસ નહીં કરનાર સરકારી કર્મચારીને સેવામાંથી દૂર પકડાવી ઘરભેગા કરી શકશે. રાજ્યના નાણા વિભાગે 18 વર્ષ જૂના ઠરાવમાં કરારની શરતોમાં શુક્રવારે ફેરફાર કર્યો છે.


નાણાવિભાગના ડેપ્યુટી સેક્રેટરી જે. બી. પટેલની સહીથી પ્રસિધ્ધ કરાયેલા નવા ઠરાવમાં  કરારની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ફિક્સ વેતન યોજના હેઠળ ભરતી પછી નોકરીને તબક્કે થતા કરારનામાનો નવો નમૂનો આ સુધારા ઠરાવમાં આપવામાં આવ્યો છે.

આ નમૂનામાં કહેવાયું છે કે,  કરાર આધારિત કર્મચારીને કરારના સમયગાળામાં કે પછી પાંચ વર્ષનો સમયગાળો પૂર્ણ કર્યાના બે વર્ષની અંદર વર્ગ-૩ની જગ્યાની નિયત પૂર્વ સેવા તાલિમ અને તાલીમને અંતે પરીક્ષા પાસ કરવાની રહેશે. અને જો આ સમયગાળા દરમિયાન નિયત તકોમાં પૂર્વ સેવા તાલીમને અંતે પરીક્ષા પાસ નહિ કરે તો તેમને (કર્મચારીને) સંબંધિત જગ્યા ઉપર નિયમિત પગાર ધોરણમાં આપવામાં આવેલ નિમણૂકના હુકમો રદ કરીને તેમની સેવાનો અંત લાવવાન અંગેની વિચારણા કરવાની રહેશે”

આ સુધારા ઠરાવથી કરાર આધારિત કર્મચારી નિયમિત નિમણૂંકને તબક્કે સરકાર દ્વારા લેવાતી પૂર્વ સેવા તાલિમાન્ત સેવા પાસ નહી કરે તો તેને નિયમિત અર્થાત કાયમી કર્યા પછી પણ નોકરીમાંથી બરખાસ્ત કરવાના નિર્ણયો લેવાશે.

ભુજઃ યુવતીને લગ્નનાં 8 વર્ષ પછી પણ સંતાન ના થતાં પતિએ કાઢી મૂકી, પિયરિયાં તેને લઈ ગયાં ભુવા પાસે, ભુવાએ.....

દેશના કરોડો વિદ્યાર્થીઓનો ફાયદો કરાવતો મોટો નિર્ણય, CA બનવા માટેના નિયમોમાં કરાયો શું મોટો ફેરફાર ?