ડાંગઃ ગુજરાતી માધ્યમની ધોરણ-7ની સામાજિક વિજ્ઞાનની પુસ્તકમાં મોટો છબરડો સામે આવ્યો છે. પુસ્તકના પ્રકરણ 16 જાતિગત ભિન્નતામાં ગંભીર ભૂલ સામે આવી છે. પુસ્તકમાં આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડના નામ અને તસ્વીરમાં ભૂલ કરવામાં આવી છે. સરિતા ગાયકવાડની જગ્યાએ વનિતા ગાયકવાડ અને તસ્વીર પણ અલગ છાપવામાં આવી છે. આ ગંભીર ભૂલને પગલે સરિતા ગાયકવાડના પ્રસંશકોમાં ભારે નારાજગી છે.
ધોરણ-7ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં મોટો છબરડો, કઈ આંતરાષ્ટ્રીય દોડવીરના નામ-ફોટામાં કરી ભૂલ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Jul 2020 12:56 PM (IST)
પુસ્તકમાં આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડના નામ અને તસ્વીરમાં ભૂલ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -