Biparjoy cyclone: બિપરજોય વાવાઝોડાની અસર રાજ્યના દરિયા કાંઠે જોવા મળી રહી છે.  પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ માતાજી ખાતે દરિયાનું પાણી રોડ પર આવી ગયું છે. હર્ષદ ખાતે દરિયામાં કરંટ દેખાયા બાદ દરિયાનાં પાણી રસ્તા પર આવતા બિપરજોય  વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. અહીં અનેક દુકાનો સુધી પાણી ઘૂસ્યા છે.


અમરેલી જિલ્લાના દરિયાકાંઠે વાવાઝોડાની અસરથી પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડાએ જાફરાબાદ દરિયા બંદરની મુલાકાત લીધી છે. આજે સાંજે અમરેલી એસપી હિમકર સિંહ અને ડીવાયએસપી હરેશ વોરા સહિતની પોલીસની ટીમે જાફરાબાદ લાઈટ હાઉસ દરિયાકાંઠાની મુલાકાત લીધી હતી. અમરેલી જિલ્લાના બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત દરિયાકાંઠાના જાફરાબાદ પીપાવાવ શિયાળ બેટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ સુરક્ષાની વ્યવસ્થા અંગેની જાણકારી આપી. તેમજ આગેવાનો અને માછીમારો સાથે વાતચીત કરી હતી. અમરેલી જિલ્લાના પ્રભાવિત થનારા દરિયાકાંઠાના તમામ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. જરૂર પડે અસરગ્રસ્ત થાય તેવા લોકોને સેન્ટર હોમમાં ખસેડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસની સમગ્ર ટીમ ઉપર જિલ્લા પોલીસવડા ખુદ મોનિટરિંગ કરી રહ્યા છે.


વાવાઝોડાને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કયા મંત્રીને કયા જિલ્લાની સોંપી જવાબદારી


દ્ર સ્વરૂપે વાવાઝોડું ગુજરાટમાં ટકરાવાનું નક્કી છે. વાવાઝોડુ પોરબંદરથી માત્ર 450 કિલોમીટર દૂર છે, જ્યારે દ્વારકાથી 490 કિલોમીટર અને નલીયાથી 570 કિલોમીટર દૂર છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે. ધીમે ધીમે વાવાઝોડાની સ્પીડમાં પણ વધારો થઈ રહ્યો છે. વાવાઝોડાના ખતરાને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક પણ યોજી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત બિપરજોય વાવાઝોડાની અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓની જવાબદારી સોંપી છે.


કયા જિલ્લાની જવાબદારી કયા મંત્રીને સોંપી



  • કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ ભાઇ પાનશેરીયા

  • મોરબીમાં કનુભાઈ દેસાઈ

  • રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ

  •  પોરબંદરમાં કુંવરજી બાવળિયા

  • જામનગર જિલ્લામાં મુળુ ભાઇ બેરા

  • દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી

  • જૂનાગઢ જિલ્લામાં જગદીશ વિશ્વકર્મા

  •  ગીર સોમનાથમાં પરસોત્તમ સોલંકી


આ બધા જ મંત્રીઓને તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.



હવામાન વિભાગે શું કહ્યું


હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું, બિપરજોય વાવાઝોડું વેરી સિવિયર સાયકલોન બની ચૂક્યું છે. ગુજરાતમાં 15 તારીખે વાવાઝોડું ત્રાટકશે. સૌરાષ્ટ્ર કચ્છ કોસ્ટમાં વાવાઝોડું ટકરાશે. ગુજરાતમાં ટકરાશે ત્યારે 125 થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર વર્તાશે. અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે.


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કહ્યું


બિપરજોય વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, બિપરજોય વાવાઝોડાની અસર મધ્ય ગુજરાત સુધી વર્તાશે. મધ્ય ગુજરાતમાં માધ્યમથી ભારે વરસાદ આવવાની શક્યતા છે. અમદાવાદ, વડોદરા, બોડેલી, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારોમાં 12 થી 16 જૂન વચ્ચે ભારે પવન અને ભારે વરસાદની શક્યતા છે. પોરબંદર, ઓખા બંદર પર પવન ની ગતિ 100km સુધી રહેવાની શક્યતા છે. ભારે આંધી અને વાવાઝોડા સાથે વરસાદ આવવાની શક્યતા છે.