દેવભૂમિ દ્વારકા:  દરિયાકાંઠે હાલમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં પ્રસાશન દ્વારા લોકોને સતર્ક કરવામાં આવી રહ્યા છે.   બિપરજોય વાવાઝોડાને લઈ દ્વારકાના દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે.  ગોમતી ઘાટ પર 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે.  સાવચેતીના ભાગરૂપે પ્રશાસને ઘાટ પર લોકોની અવરજવર પર રોક મૂકી છે.  બિપરજોય વાવાઝોડાને લઈ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. 


દેવભૂમિ દ્વારકાના ગોમતી ઘાટના સંગમ નારાયણ ઘાટમાં બારે માસ પ્રવાસીઓ અને દર્શનાર્થીઓ આવતા હોય છે. હાલમાં ગોમતી ઘાટ  પર લોકોને પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો.  દરિયો પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. દ્વારકા ના ગોમતી ઘાટ અને અન્ય સમુદ્ર કિનારે 20 ફૂટ ઊંચા મોજા ઉછળવાનું શરૂ થયું છે. દરિયા કિનારે અને ઘાટ પર પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 


વાવાઝોડાને લઈ 14 અને 15 તારીખે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ


ગુજરાતના દરિયાકાંઠે હાલમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં પ્રસાશન દ્વારા લોકોને સતર્ક કરવામાં આવી રહ્યા છે.  તાઉતે વાવાઝોડાની જેમ બિપરજોય ત્રાટકી શકે છે.  વાવાઝોડું ગુજરાત પહોંચતા બનશે વેરી સિવિયાર સાયક્લોન. 14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ અસર થશે.  અમદાવાદમાં  ભારે વરસાદની સંભાવના છે.  બિપરજોય વાવાઝોડું હાલ પોરબંદરથી માત્ર 400 કિમી દૂર છે. આ વાવાઝોડું દ્વારકાના દરિયાકાંઠાથી 440 તો નલિયાથી 530 કિમી દૂર છે.  બિપરજોય વાવાઝોડું 7 કિમીની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.  


બિપરજોય વાવાઝોડુ 15 જૂને કચ્છના માંડવી અને કરાંચી વચ્ચે ટકરાશે. હવામાન વિભાગે આ  માહિતી આપી છે.  વાવાઝોડુ લેન્ડ ફોલ થશે ત્યારે તે વિસ્તારમાં 125 થી 135 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે.  કચ્છ, દ્વારકા અને જામનગરમાં વાવાઝોડાની વધુ અસર થશે. ભારે પવન, વીજળી સાથે અતિ ભારે વરસાદ પડશે. 


પોરબંદરમાં ભારે વરસાદની આગાહી


14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે  અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 


ભારે પવનથી વૃક્ષો પડવાની શક્યતા હોવાથી પ્રભાવિત વિસ્તારના લોકોએ ઘરની બહાર ન નિકળવાની સુચના આપવામાં આવી છે.  રાજ્યના અન્ય જિલ્લાઓમાં છુટો છવાયો વરસાદ પડશે. આ સાથે જ 30 થી 35 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે.