Biparjoy Cyclone: બિપરજૉય વાવાઝોડાનું ઉલટી ગણતરી, એટલે કે કાઉન્ટડાઉન લગભગ એન્ડ પર આવી ગયુ છે, અત્યારેના લેટેસ્ટ અપડેટ પ્રમાણે, બિપરજૉય વાવાઝોડુ જખૌથી માત્ર 110 કિમી દુર છે, અને આગામી બે-ત્રણ કલાકમાં ટકરાઇ શકે છે. હવામાન વિભાગની તાજા જાણકારી પ્રમાણે, બિપરજૉય વાવાઝોડું જખોના દરિયાકિનારાથી માત્ર 110 કિમી દૂર છે, અને બહુ જલદી ગુજરાતમાં એન્ટ્રી કરી શકે છે.
હવામાન રિપોર્ટ અનુસાર, બિપરજૉય વાવાઝોડું દ્વારકાથી 170 કિમી દૂર છે, જખૌના દરિયા કિનારાથી પણ નજીક છે, અને 6 કિમી પ્રતિ કલાકની ઝડપથી તે દરિયામાં આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે નિવેદન આપ્યુ છે કે, વાવાઝોડું હાલ જખૌથી 110 કિમી દુર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ દૂર આગળ વધી રહ્યું છે, ત્યાંની પવનની ઝડપ પણ 122 થી 130 કિમીની છે. જખૌ પૉર્ટ તરફ 115 થી 125 કિમી પવન સાથે આજે સાંજે ટકરાશે. જાણો કયા દરિયા કિનારેથી બિપરજૉય વાવાઝોડું કેટલુ દુર છે..
વાવાઝોડું હજુ કેટલે દુર -
- વાવાઝોડું દ્વારકા થી 160 કિમી દુર
- વાવાઝોડું નલિયાથી 140 કિમી દુર
- વાવાઝોડું કરાચીથી 240 કિમી દુર
ક્યાં કેટલો વરસાદ પડ્યો...
- પોરબંદર 17 mm વરસાદ પડ્યો
- નલિયા 17 mm વરસાદ પડ્યો
- ભુજ 12 mm વરસાદ પડ્યો
- કંડલા 12 mm વરસાદ પડ્યો
પવનની ક્યાં કેટલી સ્પીડ છે
- દ્વારકા 48 કિમીની ઝડપથી પવન ફૂંકાઇ રહ્યો છે
- ઓખા 32 કિમીની ઝડપથી પવન ફૂંકાઇ રહ્યો છે
- દિવ 56 કિમીની ઝડપથી પવન ફૂંકાઇ રહ્યો છે
- નલિયા 34 કિમીની ઝડપથી પવન ફૂંકાઇ રહ્યો છે
- વેરાવળ 39 કિમીની ઝડપથી પવન ફૂંકાઇ રહ્યો છે
- ભુજ 24 કિમીની ઝડપથી પવન ફૂંકાઇ રહ્યો છે
- કંડલા 33 કિમીની ઝડપથી પવન ફૂંકાઇ રહ્યો છે
- પોરબંદર 37 કિમીની ઝડપથી પવન ફૂંકાઇ રહ્યો છે
- અમદાવાદમાં 38 કિમીની ઝડપથી પવન ફૂંકાઇ રહ્યો છે
હવામાન વિભાગે વરસાદને લઇને શું કરી આગાહી -
હવામાન વિભાગે પોતાની તાજા જાણકારીમાં વરસાદને લઇને મોટુ અપડેટ આપ્યુ છે. વરસાદની માહિતી પ્રમાણે, હવામાન વિભાગે વરસાદની આગાહીને નાઉ કાસ્ટ જાહેર કરી છે. આગામી 1 કલાકની લઈને આગાહી કરતું નાઉ કાસ્ટ જાહેર કર્યું. દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદની પડવાની આગાહી કરવામાં આવી છે, તેમજ પવનની ઝડપ 70 થી 90 કિલોમીટરની રહેશે. આગામી એક કલાકમાં જુનાગઢ, રાજકોટ અને જામનગર છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.