Rainfall: છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતના માથે વરસાદી આફત આવી છે, સૌરાષ્ટ્ર, કચ્છ બાદ ઉત્તર ગુજરાત અને હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદે કેર વર્તાવ્યો છે. હવામાન વિભાગ અનુસાર હજુ પણ આગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. વરસાદને લઇને હવામન વિભાગે નવુ અપડેટ આપ્યુ છે, જેમાં આજે પણ રાજ્યમાં ભારે વરસાદ તુટી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાત પર હજુ સંકટ ટળ્યુ નથી આજે અને આવતીકાલે 12થી 15 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. જાણો આજે ક્યાં ક્યાં પડી શકે છે ભારે વરસાદ....
આજે ક્યાં ક્યાં તુટી પડશે વરસાદ ?
આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજની આગાહી પ્રમાણે, સાબરકાંઠા, અમદાવાદ, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહિસાગર, મહેસાણા, ડાંગ, તાપી, વલસાડ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
આવતીકાલે પણ વરસાદ મચાવશે કેર
હવામાન વિભાગ અનુસાર, આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, આવતીકાલે પણ વરસાદનું જોર યથાવત રહી શકે છે, આવતીકાલે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. આમાં અમદાવાદ, અરવલ્લી, દાહોદ, ખેડા, મહિસાગર, સાબરકાંઠા, વડોદરા, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 22 જિલ્લામાં વરસાદ ?
22 જિલ્લાના 109 તાલુકામાં વરસાદ
રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠાના અમીરગઢ વરસાદ
24 કલાકમાં સૌથી વધારે અમીરગઢમાં 8 ઈંચ વરસાદ
24 કલાકમાં દાંતા તાલુકામાં પોણા 7 ઈંચ વરસાદ
24 કલાકમાં ધાનેરા તાલુકામાં પોણા 7 ઈંચ વરસાદ
24 કલાકમાં પોશીના તાલુકામાં 6 ઈંચ વરસાદ
24 કલાકમાં દાંતીવાડા તાલુકામાં 6 ઈંચ વરસાદ
24 કલાકમાં પાલનપુર તાલુકામાં સાડા 5 ઈંચ વરસાદ
24 કલાકમાં સાંતલપુર તાલુકામાં સાડા 5 ઈંચ વરસાદ
24 કલાકમાં ડીસા તાલુકામાં સવા 5 ઈંચ વરસાદ
24 કલાકમાં રાધનપુર તાલુકામાં 5 ઈંચ વરસાદ
24 કલાકમાં દીયોદર તાલુકામાં 4 ઈંચ વરસાદ
24 કલાકમાં થરાદ તાલુકામાં પોણા 4 ઈંચ વરસાદ
24 કલાકમાં સિદ્ધપુર, વડગામમાં પોણા 4 ઈંચ વરસાદ
24 કલાકમાં વાવ, સરસ્વતી, પાટણમાં ત્રણ ઈંચ વરસાદ
24 કલાકમાં લાખણી, વિજયનગર, કાંકરેજમાં અઢી ઈંચ વરસાદ
24 કલાકમાં સમી તાલુકામાં 2 ઈંચ વરસાદ
24 કલાકમાં ભાભર, સતલાસણામાં દોઢ ઈંચ વરસાદ
24 કલાકમાં લખપત, ગોધરા અને સૂઈગામમાં દોઢ ઈંચ વરસાદ
24 કલાકમાં હાલોલ, વિરપુર, હારીજમાં સવા ઈંચ વરસાદ
મહત્વનું છે કે, રાજ્યોમાંખી બિપરજૉય વાવાઝોડું પસાર થઇ ગયુ છે, પરંતુ હજુ સુધી તેની અસર ઓછી નથી થઇ, હવામાન વિભાગ અનુસાર, હજુ પણ ગુજરાતના માથે સંકટ તોળાઇ રહ્યું છે. હજુ રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે અને ઠેક ઠેકાણે ધોધમાર વરસાદી વરસી શકે છે. ખાસ કરીને આની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતમાં દેખાશે.