ભરૂચ: ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા મહાનગરના આંતરિક સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતનાં 6 જિલ્લાના મહાનગરની આંતરિક બોડી જાહેર કરાઈ છે.  ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનનું નવુ માળખુ જાહેર કરવામાં આવ્યું છે.



નવનિયુક્ત 21 લોકોની નિમણૂક કરાઈ છે. ભરૂચ શહેરના પ્રમુખ તરીકે મારુતિસિંહ અટોદરાયાની, જંબુસર તાલુકા ઉપપ્રમુખ તરીકે પ્રતાપસિંહ પરમારની અને નોટીફાઈડ ઝોન અંકલેશ્વરના ઉપપ્રમુખ તરીકે અશોકા ઝાની વરણી કરવામાં આવી છે. яндекс



ઉલ્લેખનીય છે કે આ પહેલા ભાજપ દ્રારા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી. આવતી કાલ સુધીમાં બાકીના જિલ્લા અને મહાનગરોની આંતરિક ટીમ પણ ભાજપ જાહેર કરશે.