Jhalod APMC Election: ઝાલોદની એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય મહેશ ભુરીયાની પેનલની જીત થઈ છે જ્યારે કોંગ્રેસના પૂર્વ સાંસદ બાબુ કટારાની પેનલની હાર થઈ છે.


ઝાલોદ એપીએમસીમાં હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ઝાલોદ એપીએમસીમાં ઝાલોદ કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાના પિતા અને પૂર્વ સાંસદ બાબુ કટારા તેમજ પૂર્વ ડીઆઈજી બિ.ડી.વાધેલા અને પૂર્વ ધારાસભ્ય મહેશ ભુરીયાની પેનલ વચ્ચે જંગ જામી હતી. એપીએમસીમાં સંઘ વિભાગની એક બેઠક, વેપારી વિભાગની 4 બેઠક અને ખેડુત વિભાગની 10 બેઠક માટે ચુંટણી યોજાઈ હતી. 


સમર્થકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિજય સરઘસ કાઢ્યું


જેમા સંઘ વિભાગની 1 બેઠકમાં ભાજપ, વેપારી વિભાગની 4 બેઠકમાં 2 ભાજપે અને 2 કોંગ્રેસે જીત મેળવી હતી જ્યારે ખેડુત વિભાગની 10માથી 10 બેઠક ભાજપે કબ્જે કરી હતી. ત્યારે 15 બેઠકમાંથી 13 બેઠક ભાજપે કબજે કરી એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાવ્યો હતો. એપીએમસીમાં પૂર્વ ધારાસભ્ય મહેશ ભુરીયાની પેનલે જીત મેળવતા વિધાનસભાના દંડક રમેશ કટારાએ મોઢુ મીઠુ કરાવી જીતની ઉજવણી કરી હતી. આ ઉપરાંત સમર્થકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિજય સરઘસ કાઢ્યું હતું.


ઉનામાં વિધવા બહેનોનું પેન્શન લોકો ચાઉ કરી ગયા


ગીર સોમનાથ: ઉનામાં ચોંકાવનારું કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડનો પ્રર્દાફાશ ખુદ ઉનાના ધારસભ્ય પૂંજા વંશે કર્યો છે. ઉનામાં વિધવાઓને મળતી સહાય વિધવાઓના બદલે મામતદારના ડ્રાઈવર અને કોમ્પ્યુટર ઓપરેટર ચાઉ કરતા હોવાના પુરાવા સાથે ધારાસભ્ય પૂંજા વંશે આરોપ લગાવ્યો છે અને બાળ વિકાસમાં ફરિયાદ કરતા ખળભળાટ મચ્યો છે.


પૂંજા વંશના જણાવ્યા મુજબ વિધવાઓને મળતી 12 રૂપિયાની સહાય એકાદ બે વર્ષથી મળી જ નથી. જેની ફરિયાદ પૂંજા ભાઈ સુધી પહોંચતા આખા મામલે તપાસ કરવામાં આવી તો બહાર આવ્યું કે વિધવાઓના બદલે આ સહાય ડ્રાઈવર અને અન્યના એકાઉન્ટમાં જમા થઈ છે. પૂંજા વંશે 4 વિધવાઓના નામ સાથે સમગ્ર મામલે ચોંકાવનારી ફ્રરિયાદ કરી છે અને ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે.









આ પણ વાંચો.....


Garba 2022 : ગુજરાત સરકારે ગરબા રસિકોને લઈને શું લીધો મોટો નિર્ણય? જાણો મોટા સમાચાર


Arvind Kejriwal Gujarat Visit: જાણો કેજરીવાલે ગુજરાતના ખેડૂતોને શું આપી ગેરેન્ટી


Maldhari protest over : દિવાળી સુધી કોઈ તબેલા હટાવવામાં નહીં આવે, સરકારે આપી ખાતરી


Gujarat Election : નાયબ મામલતદારે આપી દીધું રાજીનામું, કઈ પાર્ટીમાં જોડાવાની કરી દીધી જાહેરાત?


Tharad Mass Suicide : નર્મદા કેનાલમાં એક સાથે પાંચ લોકોનો આપઘાત, ત્રણ બાળકો પછી યુવક-યુવતીની લાશ પણ મળી આવી