Arvind Kejriwal Gujarat Visit: દિલ્હીના સીએમ અરવિંદ કેજીરીવાલે ખેડૂતોને ગેરેન્ટી આપી છે. આજે કેજરીવાલ દ્વારકાના પ્રવાસે છે. કેજરીવાલને સાંભળવા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કેજરીવાલે ગુજરાતના ખેડૂતોને એમએસપીની ગેરેન્ટી આપી. પાંચ પાકની ગેરેન્ટી આપી .ઘઉ, ચોખા,કપાસ ચણા અને મગફળીને એમએસપીના ભાવે ખરીદવાની ગેરેન્ટી આપી. ખેતી માટે વીજળી દિવસે આપવાની જાહેરાત કરી. 12 કલાક વીજળી આપીશું. જમીનોના સર્વે રદ કરવામાં આવશે અને ખેડૂતો સાથે મળીને નવો સર્વે કરવામાં આવશે. નર્મદાના કેચમેન્ટ એરિયામા પાણી આપવામાં આવશે. ખેડૂતોનું બે લાખ સુધીનું દેવુ માફ કરવામાં આવશે. જો ખેડૂતોનો પાક ખરાબ થશે તો એક એકરના 20 હજાર લેખે સહાય ચૂકવવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે, અમારી સાથે ભગવાન શ્રીકૃષ્ણ છે.
ઈશુદાન ગઢવીએ કહ્યું કે, હું એલાન કરું છું કે, આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે. ખેડૂત કહેશે ત્યાં જ વીજકંપનીના થાંભલા નંખાશે!
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. પોરબંદરના એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. તેઓ પોરબંદરથી દ્વારકા જવા રવાના થયા હતા. આજે કેજરીવાલ દ્વારકા ખાતે ખેડૂતોને ગેરેન્ટી આપશે. આ ઉપરાંત માછીમારો સાથે તેઓ મુલાકાત કરશે. તેણે આરોપ લગાવ્યો કે, ખેડૂતો દેવામાં દબાયા છે અને પોષણક્ષમ ભાવ નથી મળતા. પોરબંદરના એરપોર્ટની તમામ ફ્લાઈટ બંધના મુદ્દે કેજરીવાલે કહ્યું ડબલ એન્જીનવાળી વાળી સરકારમાં બધું બંધ, અમારી સરકાર આવશે તો બધા એન્જીન ચાલુ થશે.
નાયબ મામલતદારે આપી દીધું રાજીનામું
ગાંધીનગર કલેકટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદારનું રાજીનામુ આપ્યું છે. કર્મચારીઓની પડતર મગણીઓની સતત અવગણના થતા નિરાશ થઈને કર્મચારીએ કલેક્ટરને લેખિતમાં રાજીનામુ આપ્યું. નાયબ મામલતદાર કુમાર ગઢવીએ કલેક્ટરને લેખિતમાં રાજીનામુ આપ્યું. કુમાર ગઢવીએ જાહેરાત કરી હતી કે, અમારી માંગણી ન સંતોષતા મેં રાજીનામું આપ્યું છે. હું કોઈ પક્ષમાં જોડાઇશ તો કંઇક થશે. હું આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો છું.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ તેમના સંગઠનના પ્રચારને વેગ આપવા માટે શુક્રવારથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવશે અને આ દરમિયાન તેઓ ચૂંટણી પૂર્વે વધુ ગેરંટીની જાહેર કરશે. ગુરુવારે એક નિવેદનમાં, AAPએ જણાવ્યું હતું કે તેમની મુલાકાત દરમિયાન, કેજરીવાલ ગુજરાતના લોકો માટે "મોટી પ્રી-પોલ ગેરંટી" જાહેર કરશે, જ્યાં વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.
કેજરીવાલે અત્યાર સુધીમાં ગુજરાત માટે અનેક 'ગેરંટી' જાહેર કરી છે, જેમાં દર મહિને 300 યુનિટ સુધીની મફત વીજળી, રૂ. 3,000નું બેરોજગારી ભથ્થું, 10 લાખ સરકારી નોકરીઓ, બધા માટે મફત અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ અને સરકારી શાળાઓમાં મફત શિક્ષણ અને મહિલાઓ માટે 1,000નું ભથ્થું સામેલ છે.
કેજરીવાલે આ દાવો કર્યો છે