અમરેલીઃ અમરેલીના બાબરા રોડ પર હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી હતી. આ અકસ્માતમાં બાબરાના ભાજપ આગેવાન અને નગરપાલિકાના પૂર્વ સભ્ય કુમાર સિંહ સોલંકીનું મોત નીપજ્યું હતું. કુમાર સિંહ સોલંકી પ્રસંગમાં હાજરી આપીને પરત ઘરે ફર્યા હતાં ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં જ ભાજપ આગેવાનના મિત્રો અને સંબંધીઓ હોસ્પિટલ દોડી ગયા હતાં. પોલીસ આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે.
ભાજપ આગેવાન કુમાર સિંહ સોલંકી પોતાનું બાઈક લઈને જ્યારે ઈંગોરાળા ગામે પ્રસંગમાં હાજરી આપવા ગયા હતાં ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પ્રસંગમાં હાજરી આપીને જ્યારે કુમાર સિંહ સોલંકી પરત ફરી રહ્યાં હતાં ત્યારે અજાણ્યા વાહનચાલકે તેમના બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક સ્લીપ ખાઈ ગયું હતું અને કુમારસિંહનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
કુમારસિંહ સોલંકીના બાઈકને ટક્કર મારીને અજાણ્યો વાહનચાલક ફરાર થઈ ગયો હતો. મૃતક કુમાર સિંહ સોલંકીના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે અજાણ્યા વાહનચાલકને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
અમરેલી: હિટ & રનમાં બાબરાના ભાજપ આગેવાનનું મોત, બાઈક ચાલક ફરાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Feb 2020 09:48 AM (IST)
ભાજપ આગેવાન કુમાર સિંહ સોલંકી પોતાનું બાઈક લઈને જ્યારે ઈંગોરાળા ગામે પ્રસંગમાં હાજરી આપવા ગયા હતાં ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -