નવસારી: વિધાનસભાના ચૂંટણીના પરિણામ આવ્યા બાદ રાજીનામાંનો દોર શરૂ થયો છે. વાંસદા વિધાનસભા બેઠક પર ભાજપની હાર થતા જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકીએ રાજીનામું આપ્યું છે. વાંસદા વિધાનસભા મત ક્ષેત્રમાં ભાજપ તરફી મતદાન કરાવવામાં નિષ્ફળ રહેતા રાજીનામું આપ્યું છે. નવસારી જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહને પોતાનું રાજીનામું સોપ્યું છે. વાંસદા વિધાનસભા બેઠક પર ઉમેદવાર પિયુષ પટેલને કોંગ્રેસી ઉમેદવાર અનંત પટેલે હરાવ્યા હતા.
ભૂપેંદ્ર પટેલ કેબિનેટમાં ક્યાં નેતાઓને મળી શકે છે સ્થાન ?
ગુજરાતમાં જંગી બહુમતી મળ્યા બાદ ભાજપ સરકાર બનાવવાની પ્રક્રિયામાં લાગી ગયું છે. આ દરમિયાન સૂત્રોએ એવા લોકોના નામ જણાવ્યા છે જેમને ગુજરાત કેબિનેટમાં સ્થાન મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં 20થી 22 ધારાસભ્યોને સ્થાન મળી શકે છે. જેમાં 10 થી 11 કેબિનેટ અને 12 થી 14 રાજ્ય મંત્રીઓ હોઈ શકે છે. આ નામો પર અંતિમ મહોર દિલ્હીથી લાગશે.
અહીં જુઓ નવી સરકારની સંભવિત કેબિનેટ
અનિરુદ્ધ દવે, માંડવીશંકર ચૌધરી, થરાદબળવંતસિંહ રાજપૂત, સિદ્ધપુરઋષીકેશ પટેલ, વિસનગરઅલ્પેશ ઠાકોર, ગાંધીનગર દક્ષિણહાર્દિક પટેલ, વિરમગામકનુભાઈ પટેલ, સાણંદઅમિત ઠાકર, વેજલપુરકિરીટસિંહ રાણા, લીંબડીકુંવરજી બાવળિયા, જસદણજયેશ રાદડિયા, જેતપુરરાઘવજી પટેલ, જામનગર ગ્રામ્યમૂળુભાઈ બેરા, ખંભાળિયાકૌશિક વેકરીયા, અમરેલીહીરા સોલંકી, રાજુલાજીતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમપંકજ દેસાઈ, નડિયાદસી.કે.રાઉલજી, ગોધરામુકેશ પટેલ, ઓલપાડવિનુ મોરડિયા, કતારગામહર્ષ સંઘવી, મજુરાકનુભાઈ દેસાઈ, પારડીપુર્ણેશ મોદી, સુરત પશ્ચિમઉદય કાનગડ, રાજકોટ પૂર્વબાલકૃષ્ણ શુક્લ, રાવપુરા વડોદરા
અનુસૂચિત જનજાતિ (ST)ના આ ચહેરાઓને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે
પીસી બરંડા, ભિલોડાકુબેર ડીંડોર, સંતરામપુરગણપત વસાવા, માંગરોળનરેશ પટેલ, ગણદેવીડૉ દર્શના દેશમુખ, નાંદોડરાજેન્દ્રસિંહ રાઠવા, છોટા ઉદેપુરનિમિષા સુથાર, મોરવા હડફરમણભાઈ વોરા, ઇડર - મંત્રી કે વિધાનસભાના અધ્યક્ષમનીષા વકીલ, વડોદરા શહેરશંભુપ્રસાદ ટુંડિયા, ગઢડા