સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. લીંબડી બેઠક પર પણ પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે આ ચૂંટણીમાં ભાજપના કિરીટસિંહ રાણા અને કોંગ્રેસના ચેતન ખાચર વચ્ચે જંગ જામશે. આ પહેલા ભાજપને લીંબડી બેઠક પર વધુ એક ફટકો પડ્યો છે.

સાયલા તાલુકાના ખિટલા ગામે ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં અંદાજે ૧૧થી વધુ ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપ‌ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાતા રાજકારણ ગરમાયું છે.

લીંબડી ઉપરાંત મોરબી, ગઢડા, ધારી, કરજણ, કપરાડા, ડાંગ, અબડાસા એમ આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આગામી 10મી નવેમ્બરે આ બેઠકોનું પરિણામ જાહેર થવાનું છે.