માતરઃ માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 26ને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. હાલોલ એડીશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટે બે વર્ષની સજા અને 4 હજારનો દંડ સંભળાવ્યો હતો. પહેલી જૂલાઈ 2021ની રાત્રે પંચમહાલ એલસીબીએ પાવાગઢના જીમીરા રિસોર્ટમાં દરોડા પાડી કેસરીસિંહ સહિત 26 લોકોને પકડી પાડ્યા હતા તેમજ તેમની પાસેથી 3.89 લાખ રોકડા, 25 મોબાઈલ, લેપટોપ, 8 લક્ઝુરિયસ કાર સહિત 1.15 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દોષિતોમાં 4 વિદેશી મહિલાઓ પણ સામેલ હતી. કોર્ટે સજા સંભળાવી ત્યારે 24 આરોપીઓ હાજર રહ્યા હતા.
1 જુલાઇ, 2021ના રોજ રાત્રે પંચમહાલ જિલ્લાના શિવરાજપુર ખાતે જીમીરા રિસોર્ટમાંથી જુગાર રમતા ઝડપાયા હતા. કોર્ટે આરોપીઓને સજા સાથે જીમીરા રિસોર્ટનો પરવાનો રદ કરવાનો હુકમ કર્યો છે. ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી માતરના ધારાસભ્ય છે અને બે ટર્મથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા છે. પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે જીમીરા રિસોર્ટમાં અમદાવાદનો હર્ષદ વાલજી પટેલ જુગારધામ ચલાવતો હતો. જુગારમાં રોકડ રૂપિયાના વ્યવહાર સામે પ્લાસ્ટિકના કોઈનનો ઉપયોગ કરતો હતો.
GUJCET 2022: GUJCET 2022 અને ધો. 12 સાયન્સની ફાઇનલ આન્સર કી થઈ જાહેર
GUJCET 2022: ગુજરાત બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (GSHEB) દ્વારા ટૂંક સમયમાં GUJCETનું પરિણામ જાહેર કરવામાં આવી શકે છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2022 પરીક્ષા અને ગુજકેટની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ રાજ્યભરની સહભાગી સંસ્થાઓમાં સ્નાતક સ્તરના વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ ફાઇનલ આન્સર કી જાહેર કરી દીધી છે. આ ફાઇનલ આન્સર કીને બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી છે.
આ રીતે GUJCETની ફાઇનલ આન્સર કી કરો ચેક
- સૌ પ્રથમ https://www.gseb.org/ પર જાવ.
- જે બાદ Board Website પર ક્લિક કરો
- જેમાં તમને GUJCET-2022 Final Answer Key લખેલું દેખાશે.
- જેની પર ક્લિક કરીને તમે ફાઇનલ આન્સર કી જોઇ શકશો.
ક્યારે જાહેર થશે પરિણામ
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલ પરીક્ષા અને ગુજકેટ-2022નું પરિણામ તારીખ 12/૦5/2022ના રોજ સવારે 10:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.