અમદાવાદઃ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્ચ-એપ્રિલ ૨૦૨૨માં લેવાયેલ પરીક્ષા અને ગુજકેટ-૨૦૨૨નું પરિણામ તારીખ ૧૨/૦૫/૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે. ધોરણ -12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 12 મેના રોજ જાહેર થશે. વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ-૨૦૨૨નું પરિણામ 12 મેના રોજ 10:00 કલાકે જાહેર થશે. શિક્ષણમંત્રી જીતુ વાધાણીએ ટ્વીટ કરીને માહિતી આપી. 


 






 


 


GUJCET 2022: ગુજરાત બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (GSHEB) દ્વારા ટૂંક સમયમાં GUJCETનું પરિણામ  જાહેર કરવામાં આવી શકે છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2022 પરીક્ષા અને ગુજકેટની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ રાજ્યભરની સહભાગી સંસ્થાઓમાં સ્નાતક સ્તરના વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ ફાઇનલ આન્સર કી જાહેર કરી દીધી છે. આ ફાઇનલ આન્સર કીને બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી છે.


આ રીતે GUJCETની ફાઇનલ આન્સર કી કરો ચેક



  • સૌ પ્રથમ https://www.gseb.org/ પર જાવ.

  • જે બાદ Board Website પર ક્લિક કરો

  • જેમાં તમને GUJCET-2022 Final Answer Key લખેલું દેખાશે.

  • જેની પર ક્લિક કરીને તમે ફાઇનલ આન્સર કી જોઇ શકશો.


ક્યારે જાહેર થશે પરિણામ


ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલ પરીક્ષા અને ગુજકેટ-2022નું પરિણામ તારીખ 12/૦5/2022ના રોજ સવારે 10:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.





ભાજપના ગઢ રાજકોટમાં અરવિંદ કેજરીવાલ આજે ગજવશે સભા, તડામાર તૈયારીઓ શરૂ
રાજકોટઃ ભાજપના ગઢ રાજકોટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સભા ગજવશે. આપના કાર્યકરો અને આગેવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રભરમાંથી આપના અગ્રણી અને કાર્યકરો ઉપસ્થિત રહેશે. આજે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રના રાજકીય પાટનગર રાજકોટ આવશે. દિલ્હી એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ પર 02:30 કલાકે કેજરીવાલ પહોંચશે. આપના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. 


એરપોર્ટથી હોટેલ ઇમ્પીરીયલ ખાતે અરવિંદ કેજરીવાલ પહોંચશે. ઇમ્પિરિયલ હોટેલમાં વેપારીઓ અને અગ્રણીઓ સાથે બેઠક કરશે. 5:00 પત્રકાર પરિષદ સંબોધશે. 6 થી 6:30 વાગ્યે શહેરના શાસ્ત્રી મેદાન ખાતે સભા સંબોધશે. સભા પૂર્ણ થયા બાદ હોટેલ ઇમ્પીરીયલ ખાતે ફરી આવશે. રાત્રી રોકાણ રાજકોટમાં કર્યા બાદ 12 તારીખે સવારે રાજકોટ એરપોર્ટ થી ફરી દિલ્હી જવા રવાના થશે.