નવી દિલ્લીઃ ભાજપની નવી રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાંથી પણ ઘણાં વરિષ્ઠ નેતાઓનો પણ ભાજપની રાષ્ટ્રીય કોરોબારીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, એસ. જયશંકર, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ડો. ભારતીબેન શિયાળ, રમીલાબેન બારા, રત્નાકરનો સમાવેશ થાય છે. આ સિવાય રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પિયુષ ગોયલ, રવિશંકર પ્રસાદ, ગિરિરાજ સિંહ સહિતના ઘણાં લોકોના નામ ભાજપની આ 80 સભ્યોની રાષ્ટ્રીય કારોબારીની યાદીમાં સામેલ કરાયા છે.
રાષ્ટ્રીય કાર્યસમિતિમાં 50 વિશેષ આમંત્રિત અને 179 સ્થાયી આમંત્રિત સભ્ય હશે. જેમાં મુખ્યમંત્રી, ઉપ-મુખ્યમંત્રી, જુદી-જુદી વિધાનસભા અને વિધાન પરિષદમાં વિધાયક દળના નેતા, પૂર્વ ઉપ-મુખ્યમંત્રી, રાષ્ટ્રીય પ્રવક્તા, રાષ્ટ્રીય મોર્ચા અધ્યક્ષ, પ્રદેશ પ્રભારી / સહ પ્રભારી પ્રદેશ અધ્યક્ષ પણ સામેલ થશે. કાર્યકારિણીમાં કુલ 309 સભ્યોનાં નામ જાહેર થયા છે.
જયોતીરાદીત્ય સિંધીયાને કારોબારીમાં સમાવાયા છે. જયારે કેબીનેટમાંથી પડતા મુકાયેલા બે મંત્રીઓ રવિશંકર પ્રસાદ અને હર્ષવર્ધનને કારોબારીમાં સ્થાન મળ્યું છે. ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ ઉપરાંત રાજયસભાના સાંસદ રમીલાબેન બારા મહામંત્રી રત્નાકર અને ગુજરાતના પ્રભારી સુધીર ગુપ્તાને કારોબારીમાં સમાવાયા છે.
રાષ્ટ્રીય કાર્યસમિતિમાં 50 વિશેષ આમંત્રિત અને 179 સ્થાયી આમંત્રિત સભ્યો પણ હશે. ભાજપની કારોબારીમાં કુલ 309 સભ્યો જાહેર કરાયા છે. આ વખતે મેનકા ગાંધીનુ નામ તેમાં નથી. રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકર તેમાં સામેલ છે. જેમાં મુખ્યમંત્રી, વિવિધ વિધાનસભાઓમાં પાર્ટીના નેતા, નાયબ મુખ્યમંત્રી, રાષ્ટ્રીય પ્રવક્તા, રાષ્ટ્રીય મોરચા પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ પ્રભારી, સહ પ્રદેશ પ્રભારી, પ્રદેશ અધ્યક્ષોનો સમાવેશ થાય છે.
ગુજરાતમાંથી પણ ઘણાં વરિષ્ઠ નેતાઓનો ભાજપની રાષ્ટ્રીય કોરોબારીમાં સમાવેશ કરાયો છે. જેમાં કેન્દ્રીય પ્રધાન અમિત શાહ, એસ. જયશંકર, મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલાનો સમાવેશ થાય છે. તદુપરાંત કાયમી આમંત્રિત તરીકે પૂર્વ સીએમ વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય સાંસદ ભારતી બહેન શિયાળ અને રમીલાબહેન બારાનો સમાવેશ કરાયો છે.