નવસારીઃ નવસારીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રાજ્યના શિક્ષકોને ટકોર કરી હતી અને શિક્ષકોને આડકતરી રીતે સ્વાર્થી ગણાવ્યા હતા. નવસારીમાં એક કાર્યક્રમમાં સીઆર પાટીલે શિક્ષકોને ટકોર કરી હતી કે ગુરુ તરીકેની ગરીમા શિક્ષકો ગુમાવી રહ્યા છે અને મોંઘવારી, રજા, પગાર જેવા લાભનું વિચારી રહ્યા છે.
પાટીલે કહ્યું કે કર્મચારી બની રહેલા પ્રાથમિક શિક્ષકોને ગુરુ હોવાનું ભાન કરાવવા પ્રશિક્ષણ અપાશે. શિક્ષકો પગાર, રજાના લાભ અને મોંઘવારી ભથ્થા સહિતના લાભની ચિંતા કરતા થઇ ગયા છે. પાટીલે જાહેરાત કરી હતી કે લેખિકા કાજલ ઓઝા શિક્ષકોને તેમની જવાબદારી સમજાવશે. પ્રાથમિક શિક્ષકોને ગુરુ હોવાનું ભાન કરાવવા પ્રશિક્ષણ અપાશે.
નોંધનીય છે કે અગાઉ શિક્ષકોએ ચૂંટણી, વસ્તી ગણતરી, મતદાન સુધારણા વગેરે કાર્યક્રમોમાં સરકારી કામગીરી સોંપાતી હોવાથી શાળામાં ધ્યાન નથી આપી શકતાની ફરિયાદો ઉઠાવી હતી.
ઉત્તરપ્રદેશમાં કોને મળશે કેટલી સીટ ? શું કહે છે C-Voter સર્વે
ઉત્તર પ્રદેશમાં તમામ પક્ષો આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે કમર કસી રહ્યા છે. લગભગ તમામ પક્ષો પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે 400 બેઠકો જીતવાનો દાવો કર્યો છે, ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ મોટા ફેરફારની વાત કરી રહ્યા છે. ઉપરાંત સત્તામાં રહેલી ભાજપ ગત વખત કરતાં વધુ બેઠકો જીતવાનો દાવો કરી રહી છે. દરમિયાન એબીપી સી-વોટરે યુપીના લોકોનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો છે. એબીપી ન્યૂઝ સી વોટરે આ વખતે જનતા કોની સરકાર બનાવવાના મૂડમાં છે તે જાણવા માટે એક સર્વે હાથ ધર્યો હતો.