હારીજઃ પાટણના હારીજમાં પ્રેમી સાથે ભાગેલી યુવતીને તાલિબાની સજા આપ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. મળતી જાણકારી અનુસાર હારીજમાં પ્રેમી સાથે ભાગેલી એક યુવતીનું મોઢુ કાળુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મૂંડન કરાવી માથા પર ગરમ કોલસા મુકવામાં આવ્યા હતા. બાદમાં યુવતીને આખા ગામમાં ફેરવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટના પાંચ દિવસ અગાઉની હોવાનું જાણકારી મળી છે. આ મામલે પોલીસે 15 શખ્સોની અટકાયત કરી હતી. આ મામલે મહિલા આયોગે પણ રિપોર્ટ માંગ્યો હતો. 


વીડિયોમાં જોઇ શકાય છે કે યુવતી પર કેટલી હદે અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. પ્રેમી સાથે ભાગેલી યુવતીનું મોઢું કાળું કરી આખા ગામમાં ફેરવવામાં આવી હતી. યુવતી પ્રેમી સાથે ભાગવામાં સફળ રહી હતી પરંતુ તેના ઘરના લોકો તેને પકડીને પાછા લાવ્યા હતા અને પોતાના સમાજના નિયમોનો ભંગ કરવા બદલ સમાજના આગેવાનોએ તેને તાલિબાની સજા આપી હતી.


આરોપીઓ યુવતીનું મોઢુ કાળુ કરી રોકાતા નથી પરંતુ તેના હાથ બાંધી તેના માથા પર ગરમ કોલસો મુકી આખા ગામમાં ફેરવે છે. યુવતી સતત કગરતી ,રડતી રહી પરંતુ લોકો તેને છોડી રહ્યા નહોતા. હાલમાં આ મામલે વીડિયોના આધારે તપાસ શરૂ કરી હતી.


ઉત્તરાખંડમાં કોની બનશે સરકાર?


ઉત્તરાખંડમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ આ માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ચૂંટણીના વાતાવરણમાં એબીપી ન્યૂઝે સી-વોટર સાથે મળીને ઉત્તરાખંડની રાજકીય નાડ પારખવાનો પ્રયાસ કર્યો છે. સી વોટર સર્વેમાં એબીપી ન્યૂઝે ત્યાંના લોકોને અનેક મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછ્યા છે. 


Kangana Ranaut Statement: હવે દિલ્હી બીજેપીના આ નેતાએ કંગના રનૌતના નિવેદન પર નિશાન સાધ્યું, કહી આ મોટી વાત


Rahul Gandhi on Hindutva: રાહુલ ગાંધીએ કહ્યું- હિન્દુ અને હિન્દુત્વ અલગ-અલગ, ભાજપ-આરએસએસની વિચારધારા ખતરનાક


India Tests Squad Against NZ: ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, અજિંક્ય રહાણે બન્યો કેપ્ટન, આ નવા ખેલાડીને મળી તક


RBI Schemes: PM મોદીએ RBIની બે સ્કીમ લોન્ચ કરી, જાણો સામાન્ય રોકાણકારોને શું ફાયદો થશે