કલોલ: ગાંધીનગર જિલ્લાના કલોલ નગરપાલિકામાં મારામારીના દ્રશ્યો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર  કલોલ નગરપાલિકામાં વિકાસના કામોના રિ ટેન્ડરિંગને લઇ વિવાદ  સર્જાયો હતો.  સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા કામોનું ફરીથી રી-ટેન્ડરિંગ કરતા વિવાદ થયો હતો.


વાત મારામારી સુધી પહોંચી ગઈ


નોંધનિય છે કે, આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો કે, વાત મારામારી સુધી પહોંચી ગઈ છે. વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળ્યું કે, હાજર લોકોએ મારામારી કરી હતી અને ખુરશી પણ માથે ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. અહીં હાજર લોકોનું કહેવું છે કે,  પ્રજા અનેક સમસ્યાઓથી પીડાઈ રહી છે ત્યારે આ કામોનું ફરીથી ટેન્ડરિંગ પ્રક્રિયા કરાતા વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ મરાઠા સહિતના હોદ્દેદારો સાથે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ભાજપના કાર્યકરો દ્વારા વિરોધ કરાયો હોવાની માહિતી મળી છે. ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના કાર્યકરોએ જ વિરોધ નોંધાવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.


મહેસાણા અર્બન બેન્કની ચૂંટણી સમરસ


મહેસાણા અર્બન બેન્કની 17 બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે 17 ડિરેક્ટરો માટે 97 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા જો કે ગઈકાલે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારિખ હતી ત્યારે સ્થાનીક પાટિદાર આગેવાનોની સમજાવટ બાદ કે કે પટેલ ગ્રૂપ અને ડી એમ પટેલ ગ્રૂપ વચ્ચે સમાધાન થયુ અને બેન્કની ચૂંટણી સમરસ થઈ. 


બેંકના ઇતિહાસમાં બીજી વખત બેન્ક સમરસ થઈ


તમને જણાવી દઈએ કે, મહેસાણા ચૂટણી જાહેર થઈ ત્યારથી રાજ્કીય માહોલ ગરમ હતો.  તેવામાં બેન્કના 17 ડિરેક્ટરો માટે ફૂલ 97 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં આવ્યાં હતા. તેવામાં સાંસદ હરિભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભાજપ પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ, જયશ્રીબેન પટેલનો પૂર્વ સાસંદ, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલના પ્રયાસથી ચૂંટણી ટળી ગઈ હતી. કારણ કે ગઈકાલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દીવસ હતો ત્યારે 80 જેટલાં ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા હતા જેના કારણે બેન્કની ચુંટણી સમરસ થઈ હતી. બેંકના ઇતિહાસમાં બીજી વખત બેન્ક સમરસ થઈ છે.


આ પણ વાંચો...


Rain: વરસાદને લઇને અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં હજુ વરસશે ભારે વરસાદ