શોધખોળ કરો

Rain: વરસાદને લઇને અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં હજુ વરસશે ભારે વરસાદ

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આજથી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની લઇને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આજથી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, મહેસાણા અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. જોકે, રાજ્યમાં હવે વરસાદની ગતિમાં ઘટાડો થશે.

તેમણે કહ્યું હતું કે વરસાદી સિસ્ટમ રાજસ્થાનના ભાગોમાં ફંટાતા વરસાદની ગતિ ઘટશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ઝાપટા વરસશે. ઉત્તર સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની શક્યતા છે. 12થી 22 સપ્ટેમ્બર વચ્ચે ફરી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા 10 સપ્ટેમ્બરના રોજ ડીપ ડિપ્રેશન સર્જાશે. પંચમહાલ, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ડીપ ડિપ્રેશનથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે. સિસ્ટમ ફંટાતા હવે એકથી ચાર ઈંચ સુધીનો વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ ઝાપટાનું અનુમાન છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે.  

બંગાળના ઉપસાગરમાં 7થી 8 સપ્ટેમ્બરના રોજ સિસ્ટમ બનશે. 10 સપ્ટેમ્બર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. આ સિસ્ટમથી મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોમાં વરસાદ વરસશે.  દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

ભારે વરસાદથી પાલનપુર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદના કારણે પાલનપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જામપુરા, જુના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તાર પાણી પાણી થયા હતા. મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

બનાસકાંઠાના લાખણી, થરાદ પંથકમાં વરસાદ વરસ્યો હતો. લાખણી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. થરાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદથી બજારોમાં પાણી વહેતા થયા હતા. ભરૂચના હાંસોટથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે સતત બીજા દિવસે બંધ રહ્યો છે. સાહોલ અને વડોલી ગામ વચ્ચે કીમ નદીના પાણી ઓસર્યા નથી  જેના કારણે સ્ટેટ હાઈવે સતત બીજા દિવસે વાહન વ્યવહાર બંધ રહ્યો હતો.                                                

Weather Update: આગામી બે મહિના જોવા મળશે લા નીનાની અસર! ઓક્ટોબર સુધી ભારે વરસાદ, પછી કડકડતી ઠંડી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો

Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય

Lebanon Radio Blast: લેબનોનમાં ફરી સિરિયલ ધડાકા, પેજર બાદ હવે વોકી ટોકીમાં બ્લાસ્ટ, 3ના મોત અનેક ઘાયલ

Monkeypox:  દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો, આ રાજ્યમાં દુબઈથી આવેલો વ્યક્તિ પોઝિટિવ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સદસ્યતા અભિયાનમાં આ તો કેવી ગોઠવણ?Hun To Bolish | હું તો બોલીશ | દેશમાં ચૂંટણીઓ એક સાથે, ફાયદો કોને? નુકસાન કોને?BJP Membership Drive | હવે મહેસાણામાં ભાજપ સદસ્યતા અભિયાનનો વિવાદ, હોસ્પિટલના સ્ટાફ સામે લાગ્યો આરોપNavsari Rain | ગણદેવી અને બિલીમોરા તાલુકામાં ભારે વરસાદ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો
Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો
Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
Lebanon Radio Blast: લેબનોનમાં ફરી સિરિયલ ધડાકા, પેજર બાદ હવે વોકી ટોકીમાં બ્લાસ્ટ, 3ના મોત અનેક ઘાયલ
Lebanon Radio Blast: લેબનોનમાં ફરી સિરિયલ ધડાકા, પેજર બાદ હવે વોકી ટોકીમાં બ્લાસ્ટ, 3ના મોત અનેક ઘાયલ
Monkeypox:  દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો, આ રાજ્યમાં દુબઈથી આવેલો વ્યક્તિ પોઝિટિવ
Monkeypox: દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો, આ રાજ્યમાં દુબઈથી આવેલો વ્યક્તિ પોઝિટિવ
Vinesh Phogat: જે વિનેશ ફોગાટને મળી હતી કરોડોની ઓફર, તેનું કોંગ્રેસમાં જોડાવાનું સાચું કારણ હવે આવ્યું સામે

Blood Group:  વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું નવું બ્લડ ગ્રુપ, જાણો ભવિષ્યમાં તેનાથી શું ફાયદા થશે

One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે

Rajput Samaj: મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવાની માંગ સાથે રાજપૂત સમાજનું મહાસંમેલન

Embed widget