Heavy Rain: રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે. ઉત્તરથી લઇને દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં કહેર વર્તાવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, શ્રાવણ બાદ હવે ભાદરવામાં પણ ભરપૂર વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તાજા અપડેટ પ્રમાણે, આજે રાજ્યમાં ફરી એકવાર 10થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે.


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ જામેલો રહેશે, હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોના મતે આજે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. અપડેટ પ્રમાણે, આજે રાજ્યમાં 10 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે, જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સામેલ છે. બનાસકાંઠા, પાટણ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ જોર બતાવશે, ભરુચ, સુરત, નવસારી જિલ્લામાં વરસાદની આગાહી છે. વલસાડ, મોરબી અને કચ્છ જિલ્લામાં વરસાદનું અનુમાન સેવાઇ રહ્યું છે.


રાજ્યના કેટલા ડેમ ઓવરફ્લો?


પાણીની ભરપૂર આવકથી રાજ્યના 207 પૈકી 111 છલોછલ છે.  કચ્છ સૌરાષ્ટ્રના 95 જળાશયો સંપૂર્ણ ભરાયા છે.  તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતના  છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ  છલોછલ ભરાઇ ચૂક્યો છે. સારા વરસાદ અને ઉપરવાસથી થયેલી પાણીની આવકથી રાજ્યના 157 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર.. 90 ટકાથી વધુ ભરાયેલા 134 જળાશયો હાઈએલર્ટ પર છે.  80થી 90 ટકા ભરાયેલા 14 ડેમ એલર્ટ, તો 70થી 80 ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ પર છે.


ગુજરાતમાં સિઝનનો  કેટલો વરસાદ વરસ્યો?


ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં  116.22 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં અત્યાર સુધીમાં 179.34 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 125.50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 117.42 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.તો મધ્ય ગુજરાતમાં 113.56 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 94 ટકા વરસાદ વરસ્યો છે.


આ પણ વાંચો


Rain: વરસાદને લઇને અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં હજુ વરસશે ભારે વરસાદ