ઘોઘંબાઃ પંચમહાલમાં ઘોઘંબાના રણજીતનગર નજીકની GFL કંપનીમાં બ્લાસ્ટ થયો છે. પંચમહાલના ઘોઘંબામાં કંપનીમાં થયેલા વિસ્ફોટમાં  બેથી વધુ લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી જાણકારી અનુસાર સોલવંટ બનાવતા પ્લાંટમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. જેના કારણે  ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.  પરંતુ કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટ  થતા તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. ઘટનાસ્થળથી અંદાજે પાંચ કિલોમીટર સુધી લોકોના અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને 6 એંબ્યુલંસ ઘટનાસ્થળે પહોંચી છે. પાંચ કિલોમીટરના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે.


પંચમહાલ જિલ્લાના રણજીતનગરમાં એક ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ અને આગની દુર્ઘટનાને પગલે બે કામદારોના મૃત્યુ થયા છે. જ્યારે અનેક કામદારોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે મુખ્યમંત્રીએ  બચાવ-રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા પંચમહાલ જિલ્લા કલેક્ટર સાથે ટેલીફોનિક વાતચીત કરીને સૂચના આપી હતી.


સુરતમાં દુષ્કર્મના દોષિતને ફાંસીની સજા


પાંડેસરા પ્રેમનગર 10 વર્ષીય માસૂમ દુષ્કર્મ અને હત્યા મામલે આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આરોપી દિનેશ બૈસાનેને ફાંસીની સજા ફટકારી છે. આરોપીને સુરત કોર્ટે સજા સંભળાવી છે. ગત સુનાવણીમાં આરોપીને કસૂરવાર ઠેરવવામાં આવ્યો હતો. બાળકીને વડાપાઉંની લાલચ આપી નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર કરી બાળકીને માથામાં ઈટ મારી હત્યા કરી હતી. પાંડેસરા પોલીસે આરોપીને ઝડપી 15 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા રજૂ કર્યા હતા.


અગાઉ, સુરતના પાંડેસરા-વડોદ વિસ્તારના શ્રમજીવી પરિવારની માત્ર અઢી વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં ફાંસીની સજા કરી હતી. દિવાળીની રાત્રે  બદકામ કરવાના ઈરાદે  અપહરણ કરી દુષ્કર્મ આચરીને હત્યા પણ કરનારા કેસમાં મૂળ બિહારના વતની આરોપી   ગુડ્ડુ મધેશ યાદવને ફાંસીની સજા ફટકારાતાં ઐતિહાસિક ચુકાદો આવ્યો છે.