પોરબંદર: રાણાવાવ તાલુકાના કૂવામાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. પોરબંદરના રાણાવાવ જાંબુવતી ગુફા નજીક નેશ વિસ્તારની વાવમાંથી યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી છે. મૃતદેહને બહાર કાઢવા પોરબંદર ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. કાના ચના મોરી નામના યુવાનની લાશ કૂવામાંથી મળતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. યુવાનની હત્યા થઈ છે કે તેમણે આત્મહત્યા કરી છે તેને લઈને હજુ કોઈ માહિતી સામે આવી નથી.પોલીસ તપાસ બાદ જ યુવકના મોતનું કારણ સામે આવશે.
રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક મોત
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, આ કડીમાં આજે વધુ એક મહિલાનું મોત હાર્ટ એટેકથી થયાના સમાચાર સામે આવ્યા છે. માહિતી પ્રમાણે, સુરતની એક 45 વર્ષીય મહિલાનું મોત આજે હ્રદય રોગનો હુમલો આવતા થઇ ગયુ છે.
માહિતી પ્રમાણે, સુરતના પાંડેસરા વિસ્તારમાં એક મહિલનાનું આજે હાર્ટ એટેકથી મોત થઇ ગયુ છે, આ મહિલાની ઉંમર 45 વર્ષની હતી અને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, આ પછી અચાનક હ્રદય રોગનો હુમલો આવીગ ગયો હતો. જોકે, બાદમાં મહિલાને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીનુ મોત થયાની જાણ થઇ હતી.
આ પહેલા પણ હાર્ટ એટેકથી રાજ્યમાં થઇ ચૂક્યા છે કેટલાક મોત -
મૂળ બિહારના મધુવનીનો વતની વિજય શર્મા (ઉ.વ.25) હમવતની સાથે સચિન ખાતેના સુડા સેક્ટર રહેતો હતો અને મજૂરી કામ કરી વતનમાં રહેતા પરિવારને મદદરૂપ થતો હતો. બુધવારે રાત્રે રૂમમાં સુતેલો વિજય ગુરુવારે સવારે ઊંઘમાંથી ઉઠ્યો જ નહોતો. જેથી મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે કરેલી તપાસ દરમ્યાન વિજય મૃત્યુ પામ્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ મૃતહેદ પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો હતો. મૃતકની સંબંધીએ પણ હાર્ટએકથી મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
મૃતકને બે ભાઈઓ પણ છે અને માતા-પિતા વતન ખાતે ખેતી કામ કરે છે. પોસ્ટ મોર્ટમ કરનારા તબીબે હાર્ટએટેકની શક્યતા વ્યક્ત કરી હતી. જરૂરી સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.